🔥 ट्रेंडिंग चारामा पत्नी को सूखे कुएं में धकेलने... Seva Jyoti sankalp Matra bandipora નવસારી પોલીસ હેડક્વાર્ટરમાં હોર્સ રાઇડ... भुवनेश्वर में ओडिशा बंद के लिए १८ पुलि... आंध्र प्रदेश के सीएम चंद्रबाबू नायडू न... आंध्र प्रदेश के सीएम नाडू ने पीएम मोदी...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર પોલીસે 8 ગુમ થયેલા મોબાઇલ શોધી માલિકોને પરત કર્યા, 2.48 લાખનો મુદ્દામાલ સોંપાયો
अपराध

હિંમતનગર પોલીસે 8 ગુમ થયેલા મોબાઇલ શોધી માલિકોને પરત કર્યા, 2.48 લાખનો મુદ્દામાલ સોંપાયો

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 29 सित. 2026, 07:45 PM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુજરાત સરકારના 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા કે ચોરાયેલા 8 મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોનની કુલ કિંમત 2,48,050 રૂપિયા છે અને તે તેમના માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.

સાબરકાંઠાના-:
હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગુજરાત સરકારના 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા અને ચોરાયેલા કુલ 8 મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. પોલીસે આ તમામ મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ ઝડપાયેલા મોબાઇલ ફોનની કુલ કિંમત રૂ. 2,48,050 જણાવવામાં આવી છે.પોલીસે ગુમ થયેલા મોબાઇલ ફોનની શોધખોળ માટે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ.ચૌધરીએ જણાવ્યું કે પરત કરાયેલા મોબાઇલ ફોનમાં ઓપ્પો રેનો 15, ઓપ્પો F29, સેમસંગ A56, ઓપ્પો A59, વિવો Y72, સેમસંગ Galaxy A22, વિવો V18 અને સેમસંગ S23 જેવા મોડેલનો સમાવેશ થાય છે..

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ગુમ થયેલી કે ચોરાયેલી સંપત્તિ પરત અપાવવાનો છે, જેનાથી લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત થાય.પોલીસે તમામ 8 મોબાઇલ ફોન અરજદારોને સોંપીને તેમને ન્યાય અપાવ્યો છે.
📲Get App