🔥 ट्रेंडिंग ರಾಯಚೂರಿನ ಅಭಿವೃದ್ಧಿ ಹಾಗೂ ಸಮುದಾಯದ ಕಲ್ಯಾಣ... હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસે A.P.K ઠગન... कैश ट्रांसफर योजनाओं से राज्य बजट पर द... गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने... NRG फाउंडेशन ने गुजरात में विदेश में व... गुजरात के सीएम ने हॉस्पिका 2026 स्वास्...
29 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા: પોશીના પોલીસે 8 મહિના નાસતા ફરતા પ્રોહિબિશન કેસમાં આરોપી ભારમાભાઈ પરમારને ધરપકડ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 29 नव. 2026, 10:36 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં પોશીના પોલીસની પેટ્રોલિંગ દરમિયાન 8 મહિના નાસતા ફરતા પ્રોહિબિશન કેસના આરોપી ભારમાભાઈ પરમારને સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી..

સાબરકાંઠાના-:
પોશીના પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ કામગીરી દરમિયાન ગાંધીનગરનાં માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશન કેસમાં 8 મહિના નાસતા ફરતા આરોપી ભારમાભાઈ સરદારસિંહ પરમાર (ઉંમર 25)ને ઝડપી પકડવામાં આવ્યો.આરોપી ભારમાભાઈ (કુંકલા ફળી),તા.પોશીના,જી.સાબરકાંઠા રહેતો હતો.પોલીસને મળેલી બાતમીના આધારે પોશીના વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આરોપીને શોધી કાઢી અને ધરપકડ કરી..

કાર્યમાં સામેલ અધિકારી અને કર્મચારીઓમાં એચ આર પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર પોશીના,એન બી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સર્વેલન્સ સ્ટાફ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અમિતકુમાર સાવનભાઈ,મુકેશભાઈ દલજીભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,દીપકુમાર પુંજાભાઈ આસિસ્ટન્ટ લોકરક્ષક અને દશરથભાઈ રાજેન્દ્રભાઈ આસિસ્ટન્ટ લોકરક્ષકનો સમાવેશ થાય છે.આરોપી પર પ્રોહિબિશન સંબંધિત અગાઉના ગુનાઓની નોંધ પણ મળી છે.તેને કાયદેસરની કાર્યવાહી માટે માણસા પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ કરવામાં આવી છે અને આ સફળ કામગીરીથી નાસતા ફરતા આરોપીઓમાં ભય અને ચેતવણી ફેલાઈ છે.
📲Get App