अपराध
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા 'મિશન સાયબર રક્ષિકા' હેઠળ મહિલાઓની હેરાનગતિ કરતા 8 આરોપીઓની ધરપકડ
અમદાવાદ સાયબર ક્રાઇમે 'મિશન સાયબર રક્ષિકા' અભિયાન અંતર્ગત સોશિયલ મીડિયા પર મહિલાઓને હેરાન કરતા 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં 3 સગીર આરોપીઓ પણ સામેલ છે, અને એક મહિનામાં આવા 9 ગુનાઓ નોંધાયા હતા.
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા 'મિશન સાયબર રક્ષિકા' અભિયાન હેઠળ મહિલાઓની સોશિયલ મીડિયા પર થતી હેરાનગતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં આવા 9 ગુનાઓ નોંધાયા હતા, જેમાં સાયબર ક્રાઇમ પોલીસે 8 આરોપીઓને સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે. આ ઝડપાયેલા આરોપીઓમાં 3 સગીર વયના પણ સામેલ છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં, યુવતીઓના ડાન્સના વીડિયોને સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલોવર્સ વધારવાના ઈરાદાથી તેમની પરવાનગી વગર પોસ્ટ કરવામાં આવતા હતા. આવા વીડિયો પોતાની પ્રોફાઈલ પર મૂકીને શેર કરવામાં આવતા હતા, જેના પગલે પીડિત યુવતીઓએ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત, બદલો લેવાના ઈરાદે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવી હતી. એક કિસ્સામાં, સામ સામે થયેલા અકસ્માતના ગુનામાં આરોપીને જામીન મળ્યા બાદ બદલો લેવા માટે બનાવટી પ્રોફાઈલ બનાવીને યુવતીને હેરાન કરવામાં આવી હતી.
સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક મહિલા આરોપી પણ ઝડપાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આ મહિલાએ પોતાના બોયફ્રેન્ડ સાથે થયેલા ઝઘડાનો બદલો લેવા માટે આ કૃત્ય કર્યું હતું. આરોપીઓ દ્વારા પીડિતાના ફોટો મોર્ફ કરીને અને અન્ય રીતે હેરાનગતિ કરીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતામાં ઠગાઈની પણ એક ફરિયાદ નોંધાઈ છે, જેની તપાસ પણ ચાલી રહી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા નાગરિકોને, ખાસ કરીને યુવતીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ફોટો કે વીડિયો મૂકે ત્યારે તેને પ્રાઈવેટ રાખે. જો કોઈ વીડિયો શેર કરવો હોય તો માત્ર વિશ્વાસુ મિત્રો સાથે જ શેર કરવો જોઈએ, જેથી આવા પ્રકારની હેરાનગતિ અને દુરુપયોગથી બચી શકાય.