Local
રાયગઢના દિવેઆગર બીચ પર કરુણ ઘટના: પુણેના 8 વિદ્યાર્થીઓના દરિયામાં ડૂબી જવાથી મોત
Watch on:
📘 Facebook
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા દિવેઆગર બીચ પર ગુરુવારે પુણેના 8 વિદ્યાર્થીઓના દરિયામાં નહાતી વખતે ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પ્રાઈવેટ રયુશન કલાસના આ વિદ્યાર્થીઓ પ્રવાસ માટે આવ્યા હતા.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા પ્રખ્યાત દિવેઆગર બીચ પર ગુરુવારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. પુણેના આળંદી વિસ્તારના ધોરણ 11 અને 12ના કુલ 42 વિદ્યાર્થીઓ પ્રાઈવેટ રયુશન કલાસ તરફથી પ્રવાસ માટે દિવેઆગર આવ્યા હતા. તેમાંથી 8 વિદ્યાર્થીઓ દરિયામાં નહાવા માટે ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંચા મોજાં અને પાણીના જોરદાર પ્રવાહની ઝપેટમાં આવી જતાં ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
મળતી વિગતો મુજબ, પાણીમાં ઉતર્યાના થોડા જ સમયમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું હતું અને જોરદાર મોજાં ઉછળવા લાગ્યા હતા, જેના કારણે આ તમામ 8 વિદ્યાર્થીઓ દરિયાના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક રાહત-બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. મહાકાલી વોટર સ્પોર્ટ્સના કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ભારે જહેમત બાદ દરિયામાંથી તમામ 8 વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને બોરલી પંચતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે. સ્થાનિક બચાવ દળના જણાવ્યા મુજબ, દિવેઆગર બીચ તેની સુંદરતાને કારણે મોટી સંખ્યામાં પર્યટકોને આકર્ષે છે, પરંતુ બહારથી આવતા પ્રવાસીઓને દરિયાની વાસ્તવિક ઊંડાઈ અને ભરતી-ઓટના સમયનો યોગ્ય અંદાજ હોતો નથી. અચાનક ઊંચા ઉછળેલા મોજાંના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે.
હાલ પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું છે અને પ્રવાસ સાથે આવેલા શિક્ષકો તથા અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરી વધુ વિગતો મેળવી રહ્યું છે. આ દુઃખદ ઘટનાએ પ્રવાસ દરમિયાન સુરક્ષાના પગલાં અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.