🔥 ट्रेंडिंग फर्रुखाबाद में गंगा-रामगंगा का जलस्तर... फर्रुखाबाद: संविदा एएनएम ने मानदेय और... कायमगंज में दो बड़े तंबाकू कारोबारियों... ପଦ୍ମପୁର ଠାରେ ସେବା ସେତୁ ଶିବିର ଆୟୋଜିତ यूपी की IAS अधिकारी दिव्या मित्तल का र... અમદાવાદ: MBA થયેલા યુવકે મોજશોખ પૂરા ક...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મુંબઈમાં ખરાબ હવામાન: 8 ફ્લાઇટ્સ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 सित. 2026, 09:18 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુંબઈમાં ભારે પવન અને પ્રતિકૂળ હવામાનને કારણે 8 જેટલી ફ્લાઇટ્સને ઈમરજન્સી ધોરણે સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે સુરત એરપોર્ટ પર વ્યવસ્થા ગોઠવાઈ.

મુંબઈમાં ભારે પવન અને પ્રતિકૂળ હવામાનની સ્થિતિને કારણે એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા 8 જેટલી ફ્લાઇટ્સને ઈમરજન્સી ધોરણે સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. આ ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સમાં ઈન્ડિગોની 5 અને એર ઈન્ડિયા એક્સપ્રેસની 3 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

હાલમાં, આ તમામ વિમાનોનું સુરત એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવી પાર્ક કરવામાં આવ્યા છે. મુંબઈમાં હવામાન સામાન્ય થયા બાદ જ આ ફ્લાઇટ્સને તેમના નિર્ધારિત સ્થળો માટે રવાના કરવામાં આવશે.

દરમિયાન, અચાનક સુરત આવી પહોંચેલા મુસાફરોને કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા પીવાના પાણી અને રિફ્રેશમેન્ટ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
📲Get App