अपराध
હિંમતનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 7.70 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, છ આરોપીઓ સામે ગુનો
સાબરકાંઠાના હિંમતનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રાણી બોર્ડરથી પ્રાંતિજ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં કારચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ ભરેલી એક કાર ઝડપી પાડવામાં આવી છે. સુરજપુરા પોલીસ સ્ટેશન પાસે ભિલોડા તરફથી આવતી કારમાંથી રૂ. 7.70 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે જાણકારી આપી છે કે રાણી બોર્ડરથી પ્રાંતિજ લઈ જવાતો આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ મામલે કારચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે પ્રાંતિજના બે બુટલેગરોએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો. બુટલેગરો સહિત કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ગાંભોઈ પોલીસે બંને ઝડપાયેલા આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.