🔥 TRENDING Jamia Millia Islamia shifts to online... US‑Iran Tensions Rise as India Today F... Underworld Threats to Bollywood: NDTV... Ethan Klein and Tamara Joseph’s Age Ga... Gunfire Incidents in Mumbai Target Fil... American TV Personality Ainsley Earhar...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન બહાર ઠગાઈ કરનાર દિલ્હીના બે શખ્સો ઝડપાયા, 77 હજારની છેતરપિંડી
Crime

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન બહાર ઠગાઈ કરનાર દિલ્હીના બે શખ્સો ઝડપાયા, 77 હજારની છેતરપિંડી

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 08 Oct 2026, 10:12 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર એક મુસાફરને નકલી નોટોના બંડલની લાલચ આપી 77 હજાર રૂપિયાની ઠગાઈ કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ અને મોબાઈલ સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે.

અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન બહાર મુસાફર સાથે ઠગાઈ કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ ફરિયાદી જયપ્રકાશ તિવારીને નકલી નોટોના બંડલની લાલચ આપી હતી. આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેમની પાસે રોકડા બે લાખ રૂપિયા છે અને જો ફરિયાદી પોતાના ખાતામાંથી તેટલી રકમ ટ્રાન્સફર કરે તો તેઓ તેમને નકલી નોટોનું બંડલ આપી દેશે.

લાલચમાં આવીને ફરિયાદી જયપ્રકાશ તિવારીએ પોતાના ખાતામાંથી 77 હજાર રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ જ્યારે ફરિયાદીને નોટોનું બંડલ મળ્યું ત્યારે તેમને ખબર પડી કે તે નકલી હતું. બંડલમાં માત્ર પહેલી અને છેલ્લી નોટ સાચી હતી, જ્યારે વચ્ચેના બધા કાગળો કોરા હતા. આ ઉપરાંત, આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ અને ગળામાંથી ચેઈન પણ ચોરી લીધી હતી.

કાલુપુર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ દિલ્હીના તનવીર અન્સારી અને સંજય શર્મા તરીકે થઈ છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ અને બે મોબાઈલ ફોન સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ ગેમિંગના શોખીન છે અને આ શોખ પૂરો કરવા માટે તેઓ ઠગાઈ કરતા હતા. તેઓ અલગ અલગ રાજ્યોમાં ટ્રેન મારફતે મુસાફરી કરતા અને નકલી નોટોના બંડલ બતાવી લોકોને ફસાવીને છેતરપિંડી કરતા હતા.
📲Get App