રાજકોટમાં 77 વર્ષીય વૃદ્ધાની દુષ્કર્મ બાદ હત્યા કરનાર ઝડપાયો, આરોપી 'સિરિયલ કિલર' હોવાનો ખુલાસો
રાજકોટ માં 77 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરનારા સાયકો કિલરને ગત 26 ઓગસ્ટની રાત્રે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી રમેશ વૈધુકિયાએ દુષ્કર્મ બાદ વૃદ્ધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસ અનુસાર, આરોપી રમેશનો ચોંકાવનારો ગુનાહિત ઈતિહાસ છે. સિરિયલ કિલર રમેશે 4 હત્યા કરી હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે રમેશની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.