🔥 TRENDING Shillong Teer Draw Results Released –... Saitar’s Fading Notes: Can Meghalaya’s... Over 2,000 Garo students protest Khasi... Tripura Gramin Bank Organises Football... Japanese Parliamentarians Arrive in In... Damoh murder: Accused Dwarka Patel cit...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

જલાલપોરમાં નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ઉજવણીમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ રક્તદાન શિબિર

✍️ Reporter: Chandrakant Mistry 🗓 20 Sep 2026, 01:32 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જલાલપોર વિધાનસભા મત વિસ્તારે નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ઉજવણીમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

જલાલપોર વિધાનસભા મત વિસ્તારે નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ઉજવણીમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રક્તદાનની મહત્વતા પ્રત્યે જાગૃતિ વધારવું અને સ્વયંસેવક દાતાઓને પ્રોત્સાહિત કરવું હતું.

આજ રોજ સવારે 9:30 વાગ્યે જલાલપોર ના લોક લાડીલા નેતા આર.સી.પટેલ સાહેબ મુખ્ય મેહમાન તરીકે વડોલી ઇંગ્લિશ મિડિયમ શાળામાં હાજરી આપી હતી.તેમજ જિલ્લા આરોગ્ય સમિતિ ના અધ્યક્ષ રાહુલ મનુભાઈ પટેલ, હિતેશ પટેલ, સ્વાતી સંજય પટેલ તેમજ મહુવર ના સરપંચ શ્રી સતીશ પટેલ,પી. એચ.સી સાગરા ના મેડિકલ સ્ટાફ, સુશ્રુષા બ્લડ કેમ્પ ના મેડિકલ સ્ટાફ,મરોલી પોલીસ સ્ટેશન ના સ્ટાફ, ભાજપા ના યુવા કાર્યકર્તાઓ,રાહુલ પરભુભાઈ પટેલ,મુકેશભાઈ,દિપકભાઈ પટેલ, જ્હોનસન, બિપિન ટંડેલ, સુનિલ પટેલ અને ગ્રામજનો એ ઉત્સાહભેર કેમ્પ માં ભાગ લઈ રક્તદાન કર્યું હતું.

રાહુલ ભાઈ ન માર્ગદર્શન હેઠળ યુવા કાર્યકર્તાઓએ સરસ આયોજન કરી આ રક્તદાન શિબીર ને સાચા અર્થમાં સફળ બનાવ્યો હતો.દેલવાડા -વડોલી ગામના રહેવાસી,યુવાનો,યુવતીઓ તેમજ વરિષ્ઠ નાગરિકો એ એ મોટી સંખ્યા માં હાજરી આપી જાગરુક નાગરિક તરીકે ની ફરજ અદા કરી હતી.
તાજા સમાચાર માટે સબ્સ્ક્રાઇબ નીડ 24 ન્યૂઝ નવસારી
https://www.facebook.com/share/14owvN9DH3d/
📲Get App