Local
વેરાવળમાં વડાપ્રધાન મોદીના 76મા જન્મદિવસે નિરાધાર આશ્રમમાં ભવ્ય સેવાકીય કાર્યક્રમ
વેરાવળ બાયપાસના નિરાધાર આશ્રમમાં 76મા જન્મદિવસના અવસરે પ્રસાદ વિતરણ, આરોગ્ય કેમ્પ અને વૃક્ષારોપણ સાથે ભવ્ય સેવાકીય કાર્યક્રમ યોજાયો.
17 સપ્ટેમ્બર 2026ના રોજ વેરાવળ બાયપાસ સ્થિત નિરાધાર આશ્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસના અવસરે ભવ્ય સેવાકીય કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી સાથે થઈ, જેમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા સ્વ. મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ અને અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ એમ. કુહાડાના સંયુક્ત અધ્યક્ષ સ્થાને દીપ પ્રગટાવાયો.
કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર અને સ્વ. સોની હીરાબેન સતિકુંવર સેવા ટ્રસ્ટના પ્રમુખ મીનાબેન આર. જાદવના માર્ગદર્શન હેઠળ આશ્રમના તમામ પ્રભુજીઓને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું, અને ડૉ. ડી. કે. બારડના સહયોગથી 80 જેટલા પ્રભુજીઓ માટે આરોગ્ય જાગૃતિ અને નિઃશુલ્ક ચકાસણી કેમ્પ યોજાયો.
પર્યાવરણ જાગૃતિ માટે આશ્રમ પરિસર અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું.
પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, ભાજપ નેતા પ્રવીણભાઈ આમેડા, રેલવે પેસેન્જર એસોસિએશનના મુકેશ ચોલીરા, સામાજિક કાર્યકર અનીશ રાછ, ચાડુવાવ નર્સરીના દિલાવરસિંહ ડોડિયા, સોમનાથ કેટરિંગ એસોસિએશનના પ્રમુખ મિલનભાઈ હિંમતલાલ જોષી, વિજયભાઈ વાળા, ચંદ્રીકાબેન ગોહિલ અને રેખાબેન શાહ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવોનું શાલ ઓઢાડી, પુષ્પહાર અને સન્માન પત્ર એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું.