🔥 TRENDING સાબરકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૫.૩૬... औरैया के मुरादगंज में स्वीट हाउस में स... રિપોર્ટર જગદીશ પટેલ નસવાડીમાં રામ સેના દ્વારા ગણપતિ બાપ્પા... NH 48 પર રિક્ષા-કાર ટક્કર, વાહનો પલ્ટી... फारबिसगंज मे गाजे बजे के साथ नकला भाव्...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદના વટવા વિસ્તારમાં પોલીસે મેગા નાઇટ કોમ્બિંગ કર્યું, 70 અસામાજિક તત્વો અને 25 બુટલેગરોની તપાસ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 13 Sep 2026, 08:35 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડીસીપી સહિત 120થી વધુ પોલીસકર્મીઓ દ્વારા વટવા વિસ્તારમાં હિસ્ટ્રીશીટરો અને બુટલેગરો સહિત શકમંદોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં 92 વાહનો તપાસીને 2 દારૂબંધીના કેસ દાખલ કરવામાં આવ્યા છે.

અમદાવાદના વટવા વિસ્તારમાં કાનૂન-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા મેગા નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં ડીસીપી સહિત 120થી વધુ પોલીસકર્મીઓએ હિસ્ટ્રીશીટરો અને બુટલેગરો સહિત વિવિધ શકમંદોનું ચેકિંગ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન અસામાજિક તત્વો, પ્રોહિબિશન અને જુગારના આરોપીઓની તપાસ કરવામાં આવી હતી.

કોમ્બિંગ દરમિયાન 70 અસામાજિક તત્વો, 25 લિસ્ટેડ બુટલેગરો, 2 જુગારના આરોપીઓ તેમજ 62 MCR અને 30 હિસ્ટ્રીશીટરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, નાર્કોટિક્સ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 10 આરોપીઓ અને 7 વોન્ટેડ આરોપીઓની તપાસ કરાઈ હતી. જ્યારે 8 તડીપાર આરોપીઓની ચકાસણી પણ કરવામાં આવી હતી.

વાહન ચેકિંગ દરમિયાન કુલ 92 વાહનો તપાસવામાં આવ્યા હતા. આ તપાસમાં MV એક્ટ મુજબ 2 વાહનો સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. આ ઉપરાંત, દારૂબંધીના 2 કેસો દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
📲Get App