🔥 ट्रेंडिंग ਜਪ੍ਹਊ ਜਿਨ੍ਹ ਅਰਜੁਨ ਦੇਵ ਗੁਰੂ ਫਿਰਿ ਸੰਕਟ ਜ... બનાસકાંઠા પોલીસ,SPની સૂચનાથી,બાળગૃહમાં... கடலூர் மாவட்டம் நெல்லிக்குப்பம் திருகண... ધાનપુર તાલુકાના કાળાખૂંટ ગામમાં રહેવાસ... असम की महिला ने कांग्रेस नेता हराक सिं... असम के सीएम ने सृभुी में पकड़े 28 अवैध...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વઢોદરા વાઘોડિયા રોડ પર 70 વર્ષ જૂના હનુમાનજી મંદિરમાં કાળી નો ચૌદસ હવન

✍️ रिपोर्टर: Kuntalkumar Chokshi 🗓 07 नव. 2026, 10:47 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વઢોદરા ના વાઘોડિયા રોડ પર સ્થિત 70 વર્ષ જૂના હનુમાનજી મંદિરમાં આ વર્ષે પણ કાળી ચૌદસ નિમિત્તે શ્રીફળ હવન યોજાઈ, હજારો ભક્તો દર્શન અને પ્રાર્થના માટે આવ્યા.

વઢોદરા ના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પર આવેલ વૃંદાવન ચાર રસ્તા ખાતે 70 વર્ષ જૂનું હનુમાનજી મંદિર સ્થિત છે. 70 વર્ષ પહેલા આ વિસ્તારમાં જંગલ હતું અને ત્યાં એક નાનું ડેરુ બનાવીને હનુમાન દાદાની પૂજા શરૂ કરવામાં આવી હતી.

સમય સાથે મંદિરનું વહીવટ હાલના કર્તાહર્તા શ્રી કમાભાઇ ભરવાડ પાસે થયું. તેમના પ્રયત્નોથી નાનું ડેરુ વિસ્તૃત કરીને સુંદર મોટું મંદિર બનાવવામાં આવ્યું અને હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા ફરીથી સ્થાપિત કરી.

છેલ્લા 60 વર્ષથી દર હનુમાન જયંતિએ ભવ્ય જાહેર ભંડારાનું આયોજન થાય છે. આસપાસના હજારો ભાવિક ભક્તો હનુમાન દાદાનું દર્શન કરવા આવે છે અને મહાપ્રસાદનો લાભ લે છે.

આ વર્ષે પણ કાળી ચૌદસ નિમિત્તે મંદિરમાં શ્રીફળ હવનનું આયોજન કરવામાં આવ્યું. ભક્તો શ્રીફળની આહુતિ આપી, પોતાની માનતા બાધા અને વ્યથા દાદાની સમક્ષ રજૂ કરે છે અને હનુમાન દાદા દ્વારા સુખદાયી નિવેડો આપવામાં આવે છે.
📲Get App