🔥 TRENDING Restoring Manipur's Lost 8mm Film Heri... Four police commandos and a BSF jawan... Sarma Declares Positive Step Toward No... Meghalaya tourism hit as 90% hotel and... Meghalaya and Assam Pact Joint Measure... Bihar STF arrests Shriram Sah, recover...
23 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગાંધીનગરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં: 'પટ્ટી વડાપાઉ'નું રજિસ્ટ્રેશન 7 દિવસ માટે સસ્પેન્ડ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Aug 2026, 09:00 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ એન્ડ સેફ્ટી શાખાએ ગ્વાલિયા ફૂડમાંથી એક્સપાયરી ડેટવાળો જથ્થો મળતા કડક કાર્યવાહી કરી છે.

ગાંધીનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ એન્ડ સેફ્ટી શાખા દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ગ્વાલિયા ફૂડમાંથી એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો મળી આવ્યો હતો.

આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી 'પટ્ટી વડાપાઉ'નું રજિસ્ટ્રેશન 7 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તંત્રની આ કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આરોગ્ય વિભાગની આ કાર્યવાહી સ્પષ્ટ કરે છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રહેશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
📲Get App