🔥 TRENDING News18 Marathi airs Pune crime update... Maharashtra CM says Dharavi to become... Husband arrested after woman murdered... CM Yogi Adityanath Inaugurates Rs 2,90... Akhilesh Yadav's First UP Candidate Li... West Bengal seeks new name, but renami...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા માં રાજસ્થાનના ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી અટકાવી,7 આરોપીઓ પકડાયા..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 26 Nov 2026, 12:17 AM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા એ.ડી.વિઝન પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનથી આવતી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયર ધરાવતી ફોર્ચુનર ગાડી અટકાવી,અંદાજે 24 લાખ રૂપિયા મૂલ્યનો માલ જપ્ત કર્યો..

સાબરકાંઠામાં-:
25 નવેમ્બર 2026 ના રોજ એ ડીવિઝન પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ દરમિયાન નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અધિકારી ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલની દેખરેખ હેઠળ ગાંભોઇ તરફથી આવતી સફેદ ટોયોટા કંપનીની ફોર્ચુનર (નંબર GJ-12-DS-0025) ને રોકવામાં આવી.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડા,ભાવિનકુમાર રસિકલાલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,રાજુભાઈ જયરામભાઈ હેડ કોન્સ્ટેબલ,ચિરાગકુમાર ભિખાભાઈ હેડ કોન્સ્ટેબલ,બિકેશસિંહ પ્રવિણસિંહ પોલીસ કોન્સ્ટેબલ,જતીનભાઈ નટુભાઈ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલસહિતની ટીમે ગાડી અટકાવી અને અંદરથી ગેરકાયદેસર વિદેશી દારૂ,બિયર અને અન્ય સામગ્રી શોધી..

ગાડીની અંદર 1246 કૅન, બોટલ અને ટીન, તેમજ એક મોબાઇલ ફોન અને ચાર નંબર પ્લેટ મળી. કૅનનું મૂલ્ય રૂ. 4,07,239, મોબાઇલનું રૂ. 5,000 અને અન્ય વસ્તુઓનું કુલ મૂલ્ય રૂ. 24,12,239 હતું. આ માલને પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસ તરીકે નોંધવામાં આવ્યો.ગાડીમાં રહેલ વ્યક્તિઓમાં કિશોરસિંહ પર્વતસિંહ રાઠોડ, રહે.ડાલ ભાવાવતવાલા ફલા, તા.જી.સલુમ્બર, જયપાલસિંહ (દેવગઢ, રાજસ્થાન) અને અન્ય અજાણ્યા ઇસમ સામેલ હતા. તેમને ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(એ)(ઇ), 81, 83 અને ભારતીય દંડ સંહિતા કલમ 336(2), 340(2) હેઠળ પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ નોંધવામાં આવ્યો.પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે આ પ્રકારની ગેરકાયદેસર હેરાફેરીને રોકવા માટે સતત માર્ગદર્શન અને વોચ રાખવામાં આવી રહી છે. એસ.જે. ચાવડા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ સફળ કામગીરીને સ્થાનિક ક્રાઇમ બ્રાંચની અસરકારક કામગીરી તરીકે નોંધાવી.મામલાનો રજિસ્ટ્રેશન નંબર 11209018263/2026 છે અને તપાસ ચાલુ છે.પોલીસ દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે,જેથી રાજ્યમાં પ્રોહિબિશન કાયદાનો અમલ સુનિશ્ચિત થાય.
📲Get App