🔥 ट्रेंडिंग पंजाब में ठंडी रातें, तापमान में 2‑3°C... राजस्थान सरकार ने एलपीजी सब्सिडी योजना... टीम सूरज सिसोदिया: ग्राम पंचायत छापरिय... फसल जोखिम के कारण भारत में सरसों की की... श्री अमृतसर साहिब की 450वीं वर्षगांठ प... जालंधर: प्रॉपर्टी कारोबारी तेजधार हथिय...
25 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સામખીયારીમાં યુવકના ઘરમાં ઘૂસણખોરી અને નગ્ન વિડિયો વાયરલ: 7 આરોપીઓ ઝડપાયા

✍️ रिपोर्टर: Rameshbhai Ven 🗓 25 नव. 2026, 12:47 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સામખીયારી પોલીસે 19 નવેમ્બર, 2026ના રોજ યુવકના ઘરમાં ઘૂસણખોરી અને નગ્ન વિડિયો વાયરલ કરનાર સાત આરોપીઓને ઝડપી પાડ્યા.

સામખીયારી પોલીસ સ્ટેશનમાં 19 નવેમ્બર, 2026ના રોજ યુવકના ઘરમાં રાત્રિના સમયે ઘૂસણખોરી કરીને દરવાજો તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી તેની સાથે મારામારી કરવામાં આવી હતી, અને નગ્ન અવસ્થામાં માર મારતા હોવાનો વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે સામખીયારી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.ઝાલા અને તેમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી સાત આરોપીઓને ઝડપી પાડ્યા.

પકડાયેલા આરોપીઓનાં નામ: ચેલા સુજાભાઈ રબારી (ઉ.વ.૨૨), રહે.લલીયાણા; હરી ઉર્ફે વિઠા હરભમભાઈ રબારી (ઉ.વ.૨૫), રહે.સામખીયારી; નાગજીભાઈ રબારી (ઉ.વ.૨૧), રહે.વાંઢીયા; ભુરા કરશનભાઈ રબારી (ઉ.વ.૪૧), રહે.સામખીયારી; વાલા પબાભાઈ રબારી (ઉ.વ.૨૫), રહે.સામખીયારી; શંકર નાગજીભાઈ રબારી (ઉ.વ.૨૩), રહે.લલીયાણા; રાજેશ ઉર્ફે રામાભાઈ રબારી (ઉ.વ.૨૩), રહે.શિકારપુર.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.ઝાલા અને સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App