🔥 TRENDING श्री रामस्वरूप मेमोरियल इंटर कॉलेज में... ઓખા: ભારતીય રેલ્વેનું પશ્ચિમ છેડાનું ઐ... किशनगंज: डंपर की चपेट में बाइक सवार, ए... बेगूसराय: जमीन विवाद में डीसीएलआर कोर्... 5G की बढ़ती कीमतों के कारण 4G स्मार्टफ... અમદાવાદના મેમનગર ખાતે પંડિત દીનદયાળ સમ...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં પેટ્રોલપંપ પર મારામારી,7 શખ્સો ઝડપાયા...

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 12:50 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ પર બે દિવસ અગાઉ થયેલી મારામારી અને તોફાન મચાવવાના કેસમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં આવેલા સહકારીજીન વિસ્તારમાં બે દિવસ અગાઉ એક પેટ્રોલપંપ પર અસામાજિક તત્વો દ્વારા મારામારી અને તોફાન મચાવવાની ઘટના બની હતી.આ ઘટનામાં કેટલાક શખ્સો દંડા અને પટ્ટા લઈને પેટ્રોલપંપ પર પહોંચ્યા હતા અને અંદરોઅંદર મારામારી કરી હતી..

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો,જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક લોકો પેટ્રોલપંપ પર ઉગ્ર બની રહ્યા છે.આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હિંમતનગર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી હતી અને આખરે મારામારીમાં સામેલ કુલ સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App