🔥 TRENDING Irish Band Finds Indian Rhythm in Kolk... Hanuman Ansh’s ‘Parvati’ Ranks World N... Bombay HC Declares Draft Electoral Rol... जम्मू में शहीद हुए अम्बेडकरनगर के लाल... Erratic Monsoon Leaves Goa Farmers Fac... CM Neiphiu Rio Praises Theja Rio’s Fil...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

આણંદ-નડિયાદ હાઈવે પર ભયાનક બસ અકસ્માત: 7 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 01 Oct 2026, 10:40 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ અને નડિયાદ વચ્ચે સર્વિસ રોડ પર ખાનગી બસ અને અન્ય વાહન વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ અને નડિયાદ વચ્ચે આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આણંદ-નડિયાદ હાઈવે પરની સર્વિસ રોડ પર એક ખાનગી બસ અને બીજા વાહન વચ્ચે જોરદાર ટક્કર થતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ 7 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ અને 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં વધુ પડતી ઝડપ અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે.
📲Get App