Crime
અમદાવાદ: નરોડામાંથી અમેરિકનોને છેતરતું ક્રિપ્ટો કૌભાંડ ઝડપાયું, 7 ઝડપાયા
અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પોલીસે એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે, જે અમેરિકન નાગરિકોને બેંકના વકીલ તરીકે ઓળખ આપી ક્રિપ્ટોકરન્સી દ્વારા ઠગાઈ કરતું હતું. આ કેસમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં અમેરિકન નાગરિકોને નિશાન બનાવતું વધુ એક કોલ સેન્ટર ઝડપાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ બેંકના વકીલ તરીકે લોકોને છેતરપિંડી કરતા હતા અને ક્રિપ્ટોકરન્સી દ્વારા નાણાં મેળવતા હતા.
હંસપુરા આર્કેડમાંથી એક યુવતી સહિત કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી 7 લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કોલ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસની તપાસ મુજબ, આ ગેંગે આશરે 38 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં વધુ લોકો સામેલ હોવાની શક્યતાને પગલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.