🔥 TRENDING বাংলাদেশে 'সানি স্টুডিও নামটা' ইলেকট্র... JKSSB moves FMPHW/MMPHW exam to 1 pm Rain and Snow Expected Across Jammu &... Delhi Traffic Alert: Protest to Disrup... खूंटी शहर में दशहरा की धूम, तैयारियां... एटा में मिशन शक्ति अभियान: महिलाओं और...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નેપાળમાં વિનાશક પૂર, 675થી વધુ મૃત્યુ, 2,400થી વધુ ગાયબ, ભારતીય નાગરિકોનું રેસ્ક્યૂ ચાલુ
International

નેપાળમાં વિનાશક પૂર, 675થી વધુ મૃત્યુ, 2,400થી વધુ ગાયબ, ભારતીય નાગરિકોનું રેસ્ક્યૂ ચાલુ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Aug 2026, 03:16 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નેપાળમાં તીવ્ર પૂરથી 675 લોકોનું મૃત્યુ, 2,400 કરતાં વધુ લોકો ગાયબ, અને 2,500 કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, જ્યારે 108 ભારતીય નાગરિકોનું રેસ્ક્યૂ પૂર્ણ થયું.

નેપાળમાં વિનાશક પૂરની સ્થિતિ ગંભીર बनी છે, હવામાન વિભાગની તાજેતરની ચેતવણી મુજબ ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવન ચાલુ છે. અત્યાર સુધીમાં 675 કરતાં વધુ લોકોનું મૃત્યુ નોંધાયું છે અને 2,400થી વધુ લોકોનું સંપર્કવિહોણા/ગુમ હોવાનો અહેવાલ છે.

ગ્લેશિયર તૂટવાથી બરફ, ખડકો અને કાટમાળ સાથે પૂરનું પ્રવાહ આવ્યું છે, જે 8 અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનને તીવ્ર બનાવે છે. હવામાન વિભાગએ ફરીથી ભારે વરસાદ અને ગાજવીજની ચેતવણી આપી છે.

આજ સુધીમાં લગભગ 2,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારતીય નાગરિકોમાં 108 લોકોનું સફળ રેસ્ક્યૂ થયું, 50 સાથે ફરી સંપર્ક સ્થાપિત થયો, જ્યારે 275 ભારતીય નાગરિકો હજુ ગુમ છે, જેમાં 128 ભારતીય મૂળના લોકો પણ સામેલ છે.

પૂર અને કાદવના પ્રવાહથી ગામો, શહેરો, રસ્તાઓ અને જળવિદ્યુત પ્રોજેક્ટો પર ભારે નુકસાન થયું છે. સતત વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મોટો પડકાર ઊભો થયો છે.

ચીનમાંથી 598 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે નેપાળ પહોંચ્યા છે, અને ચીનમાં રહેલા આશરે 900 ભારતીયો સુરક્ષિત હોવાનું જાણવામાં આવ્યું છે.
📲Get App