🔥 TRENDING સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં 3... फर्रुखाबाद में संचारी रोग नियंत्रण ‘दस... વેલણપુરના સહકારી આગેવાન હિમાંશુ પટેલનુ... પલસાણા પોલીસે નાની ધામદોડ ગામની સીમમાં... સુરતના સલાબતપુરા વિસ્તારમાં 26 વર્ષીય... Agartala Announces Major Urban Infrast...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મહાનગરપાલિકા દ્વારા 6500 જગ્યાઓ આઉટસોર્સિંગ, કામદારોમાં વિરોધનો વંટોળ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 04 Oct 2026, 09:44 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ગ‑4 સફાઈ કામદારોની 6500 જગ્યાઓ આઉટસોર્સિંગ કરવાની યોજના સામે કામદારો અને અનુસૂચિત જાતિ સમુદાયોએ સુરત રેલવે સ્ટેશન નજીક શ્રમિક ભવનમાં મહાસંમેલન કર્યું.

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ગ‑4 સફાઈ કામદારો સહિતના 6500 જગ્યાઓ કાયમી ભરતીના બદલે આઉટસોર્સિંગ કરવાની યોજના જાહેર કરવામાં આવી, જેનાથી કામદારો અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમુદાયોમાં વિરોધનો વંટોળ ઊભો થયો.

આ નીતિના ઉગ્ર વિરોધમાં સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા શ્રમિક ભવન ખાતે વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સુરત શહેરના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમુદાય અને મોટી સંખ્યામાં સફાઈ કામદારો એકત્રિત થયા અને મનપાની આ નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો.

કામદારોનું કહેવું છે કે મનપા દ્વારા આશરે 6500 જગ્યાઓ કાયમી ભરવાને બદલે આઉટસોર્સિંગથી ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે સીધો અન્યાય અને શોષણ સમાન છે. અગાઉ પણ આ મામલે અર્ધનગ્ન થઈને કલેક્ટર મારફતે મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું.

કામદાર અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર કે સરકાર આ ભરતી રદ કરી કાયમી નિમણૂક નહીં કરે, તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.
📲Get App