🔥 TRENDING जालना जिल्ह्यात खुनांचे सत्र सुरूच! जोकीहाट के बारा इस्टेमरारा गांव में मा... ધાંગધ્રા તાલુકા પોલીસે સંસ્કાર ધામ ગુર... ਕੈਨਰਾ ਬੈਂਕ ਨੂੰ 212 ਕਰੋੜ ਰੁਪਏ ਦਾ ਚੂਨਾ,... संकुल कुमार बने भारतीय किसान यूनियन (अ... मुख्यमंत्री ने निघासन के डॉ भीम राव अम...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા બાર એસોસિએશન દ્વારા હિંમતનગરમાં 64 ધારાશાસ્ત્રીઓના ફોટાઓનું અનાવરણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Oct 2026, 09:30 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશન હિંમતનગર દ્વારા BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે 19 દિવંગત અને 45 હયાત ધારાશાસ્ત્રીઓના ફોટાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાઈકોર્ટના ન્યાયાધીશો અને ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિતિ જણાવી હતી..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં આવેલા કાકણોલ ખાતે BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશન હિંમતનગર દ્વારા દ્વિતીય એડવોકેટ્સ ફોટોસ અનાવરણ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લાના 19 દિવંગત અને 45 હયાત ધારાશાસ્ત્રીઓના ફોટાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમદાવાદ સોલા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ મિસ ગીતા ગોપી, હેમંત પ્રચ્છક,એચ.ડી. સુથાર,મધ્યપ્રદેશ હાઈકોર્ટ ઇન્દોર બેન્ચના ન્યાયાધીશ સંદીપ ભટ્ટ,સાબરકાંઠા જિલ્લા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ મનીષ પુરોહિત,બાર એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર શર્મા,જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંધ સાદું અને જિલ્લા પોલીસ વડા ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ સહિત વિવિધ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા..

કાર્યક્રમનો પ્રારંભ નૃત્ય અને પ્રાર્થના સાથે થયો હતો, ત્યારબાદ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.નૃત્ય કરનાર દીકરીને પ્રોત્સાહિત સન્માન આપવામાં આવ્યું હતું. બાર એસોસિએશન દ્વારા મંચસ્થ મહેમાનોનું શાલ ઓઢાડી, છોડ સાથે મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરાયા બાદ 64 ધારાશાસ્ત્રીઓના ફોટાઓનું અનાવરણ કરાયું હતું.દરેક ફોટાના વ્યક્તિત્વ વિશે ટૂંકી જાણકારી આપવામાં આવી હતી અને વિધવાન ધારાશાસ્ત્રીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું..

કાર્યક્રમના અંતે મંચસ્થ મહેમાનોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.અમદાવાદ સોલા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ મિસ ગીતા ગોપીએ જણાવ્યું હતું કે તેમની પ્રથમ પોસ્ટિંગ સાબરકાંઠામાં ડિસ્ટ્રીક્ટ જર્જ તરીકે થઈ હતી.તે સમયે ગોધરાકાંડમાં વડવાસા બ્રિટીશરના કેસમાં આધુનિક સુવિધાઓની પ્રથમ શરૂઆત જુબાની માટે કરવામાં આવી હતી.ઉપરાંત પોતાની જુબાની વાંચી શકાય તે માટેની આધુનિક વ્યવસ્થા કરવામાં આવેલી તેમણે જણાવ્યું હતું. તેમણે સાબરકાંઠાની યાદો વિશે પણ સમારોહમાં વાત કરી હતી.
📲Get App