🔥 TRENDING UPI शुल्काच्या चर्चेमुळे ठाणे जिल्ह्या... தமிழ்நாடு முழுவதும் டெங்கு காய்ச்சலைத்... DGP Pleads to High Court Over Alleged... સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી... Haryana CM Blames Congress, AAP for Pu... IMD Reports Southwest Monsoon Withdraw...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીર શહીદ કેપ્ટન નિલેશ સોનીના 64મા જન્મદિવસ પર સ્મારકનું લોન્ચિંગ, અમદાવાદ
Local

વીર શહીદ કેપ્ટન નિલેશ સોનીના 64મા જન્મદિવસ પર સ્મારકનું લોન્ચિંગ, અમદાવાદ

✍️ Reporter: Nishit Shah 🗓 13 Jul 2026, 07:02 PM 👁 89
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીર શહીદ કેપ્ટન નિલેશ સોનીના 64 મા જન્મદિવસની ઉજવણીમાં, અમદાવાદમાં સ્મારકનું લૉન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં મેયર હિતેશભાઈ બારોટ અને ધારા સભ્ય અમિતભાઈ શાહ હાજર હતા.

13 જુલાઈ 2026 ના રોજ, વીર શહીદ કેપ્ટન નિલેશ સોની, જેઓ આર્ટિલરી રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા, તેમના 64 મા જન્મ દિવસ પર તેમના અમર બલિદાન ને નમન કરી પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં  મેયરશ્રી હિતેશભાઈ બારોટ, માનનીય ધારા સભ્યશ્રી અમિતભાઈ શાહ, એલીસબ્રીજ વિધાનસભા, કોર્પોરેટરશ્રી અને દેશભક્ત નાગરિકોની હાજરી હતી.

સ્મારકનું સ્થળ અંજલી ચાર રસ્તા પાસે, બી આર ટી એસ ડુંગરશીનગર, પાર્થ હોસ્પિટલ, પાલડી, અમદાવાદ હતું.

આ સ્મારક વીર શહીદના સન્માન માટે અને દેશભક્તિ ભાવના જાગૃત કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યું છે.
📲Get App