🔥 TRENDING दतिया के कोतवाली थाना वार्ड‑24 में गोल... குடியாத்தம் வனச்சரகத்தில் நாட்டுத் துப... Director Basil Joseph Plans New Film f... West Bengal government announces lates... West Bengal urges businesses to join g... West Bengal Assembly to Vote on Renami...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બનાસકાંઠા: ખારીયા ગામમાં 62 કિલો ગાંજાનો કબજો, રાજુભા કાળુભા વાઘેલા સામે કાયદેસર કાર્યવાહી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 26 Nov 2026, 12:44 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

થરા પોલીસ સ્ટેશનની ટીમે ખારીયા ગામમાં ગાંજાના 62.04 કિલો અને મોબાઇલ સાથે કુલ રૂ.31.07 લાખની તસ્કરી જપ્ત કરી, રાજુભા કાળુભા વાઘેલા સામે એન.ડી.પી.એસ. હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ કરી..

બનાસકાંઠાના-:
થરા પોલીસ સ્ટેશન ખારીયા ગામમાં ગાંજાના 62.04 કિલોગ્રામ અને એક મોબાઇલની તસ્કરી સાથે કુલ રૂ.31.07 લાખની જપ્તી કરી.જપ્તી કરાયેલ ગાંજાના છોડની સંખ્યા 64 હતી, જે કપાસની ખેતીની આડાશમાં ઉગાડવામાં આવ્યા હતા.આ છોડોનું શુદ્ધ વજન 62.04 કિલોગ્રામ અને મૂલ્ય રૂ.31.02 લાખ ગણવામાં આવ્યું.પોલીસને માહિતી મળી કે રાજુભા કાળુભા વાઘેલા,ખારીયા,તા.ઓગડ,જી.બનાસકાંઠા પોતાના કબજા ધરાવતા ખેતરમાં ગાંજાના છોડ ઉગાડી રહ્યા છે.આ માહિતી આધારિત એન.ડી.પી.એસ.રેઈડનું આયોજન કરવામાં આવ્યું..

રેઈડ દરમિયાન રાજુભા કાળુભા વાઘેલા અને સંબંધિત સામગ્રીને કાયદેસર રીતે જપ્ત કરવામાં આવી. જપ્તી કરાયેલ સામગ્રીમાં ગાંજાના 64 છોડ, 62.04 કિલો ગાંજા, અને રૂ.5,000 મૂલ્યનું મોબાઇલ શામેલ છે, જેનું કુલ મૂલ્ય રૂ.31.07 લાખ છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં એન.કે.વિંઝુડા પોલીસ ઈન્સપેક્ટર થરા પોલીસ સ્ટેશન,ભરતસિંહ શાંતુભા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર થરા પોલીસ સ્ટેશન,સંજયકુમાર બાબુલાલ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ થરા પોલીસ સ્ટેશન,રાયમલભાઈ લાખાભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ થરા પોલીસ સ્ટેશન,ભરતજી વદનજી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ થરા પોલીસ સ્ટેશન,હરેશકુમાર સેંધાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ થરા પોલીસ સ્ટેશન,અલ્પેશજી કરશનજી આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ થરા પોલીસ સ્ટેશન,જગુભા રણછોડજી આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ થરા પોલીસ સ્ટેશન,વિષ્ણુકુમાર રાયમલભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ થરા પોલીસ સ્ટેશન,જીતેન્દ્રકુમાર રાજાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ થરા પોલીસ સ્ટેશન,રોહીતભાઈ ભગવાનભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ થરા પોલીસ સ્ટેશન મહત્વપૂર્ણ સહયોગ આપ્યો,જેનાથી ગાંજાની ગેરકાયદેસર ખેતીને રોકવામાં સફળતા મળી.
📲Get App