स्थानीय
સુરતમાં રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું, 60,000 નો દંડ ફટકારાયો
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ (લીંબાયત) ઝોન દ્વારા ટી.પી. સ્કીમ નંબર 19 (પરવટ-મગોબ) વિસ્તારમાં આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં મંજૂર પ્લાન વિરુદ્ધ થયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં 800 ચોરસ ફૂટનો પેસેજ ખુલ્લો કરાયો અને 60,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો.
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ (લીંબાયત) ઝોન વિસ્તારમાં બિનઅધિકૃત બાંધકામો અને જાહેર માર્ગો પરના દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં, પાલિકાના ડિમોલિશન સેલ દ્વારા ટી.પી. સ્કીમ નંબર 19 (પરવટ-મગોબ) વિસ્તારમાં આવેલી કાપડ બજારોમાં મંજૂર પ્લાન વિરુદ્ધ થયેલા બાંધકામો સામે કડક કાનૂની પગલાં લેવાયા હતા.
આ કાર્યવાહી અંતર્ગત, ફાઈનલ પ્લોટ નંબર 69 માં આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં મિલકતદારો અને વહીવટકર્તાઓ દ્વારા મંજૂર પ્લાન સિવાય પેસેજ કવર કરીને ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે પાલિકા દ્વારા અગાઉ તારીખ 29/05/2026 અને તારીખ 10/06/2026 ના રોજ નોટિસો ફટકારવામાં આવી હતી.
નોટિસ મળ્યા બાદ પણ કોઈ સંતોષકારક પગલાં ન લેવાતા, તંત્ર દ્વારા સપાટો બોલાવીને બીજા માળે કવર કરવામાં આવેલો આશરે 800.00 ચોરસ ફૂટ જેટલો પેસેજ તોડી પાડીને ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ નિયમભંગ બદલ મિલકતદારો પાસેથી રૂપિયા 60,000/- નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી અન્ય ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.