🔥 TRENDING Detainee Abhijeet Misses Grandmother's... Man Arrested for Stealing from Ayyappa... Pargat Singh Assumes Leadership of Pun... Mann Claims BJP Ordered Office Raid, C... Rajasthan Police Bust Copper Theft Gan... Sukhbir Urges Government to Compensate...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના ડુમસ વિસ્તારમાં દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો: 6 વેપારીઓની ધરપકડ
Crime

સુરતના ડુમસ વિસ્તારમાં દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો: 6 વેપારીઓની ધરપકડ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Aug 2026, 09:12 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા રાજહંસ બેલીઝા ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા 6 વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

સુરતના ડુમસ પોલીસ સ્ટેશનની હદમાં ફરી એકવાર દારૂની મહેફિલ ઝડપાઈ છે. ડુમસ વિસ્તારમાં આવેલા રાજહંસ બેલીઝાના બી ટાવરના ફ્લેટ નંબર 1317માં કેટલાક લોકો દારૂ પાર્ટી કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.

આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. પોલીસની આ કાર્યવાહી દરમિયાન ફ્લેટમાંથી દારૂની 14 બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી દારૂની સાથે 8 મોબાઈલ ફોન અને એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ દારૂ પાર્ટીમાં સામેલ 6 વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે. હાલ ડુમસ પોલીસ દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App