🔥 TRENDING રાણપુરમાં ૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્... ગણદેવી પોલીસે રૂ. 10.51 લાખનો વિદેશી દ... Delhi's Barapullah Phase-III Opens, Tr... PM Modi Highlights Pro-People Focus of... Haryana to Install CCTV in All Child C... Haryana Board Rejects HTET 2025 Result...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સ્મીમેરમાં પાન-માવા થૂંકનારાઓ સામે કડક કાર્યવાહી: 6 મહિનામાં 237 લોકો પાસેથી 13,300 દંડ વસૂલ
Local

સ્મીમેરમાં પાન-માવા થૂંકનારાઓ સામે કડક કાર્યવાહી: 6 મહિનામાં 237 લોકો પાસેથી 13,300 દંડ વસૂલ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Oct 2026, 03:08 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્મીમેર હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે સેનિટેશન વિભાગ દ્વારા છેલ્લા 6 મહિનામાં 237 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને રૂ. 13,300નો દંડ વસૂલવામાં આવ્યો છે. તેમ છતાં, ગંદકી અટકવાનું નામ નથી લેતી.

સ્મીમેર હોસ્પિટલ પરિસરમાં પાન-માવા ખાઈને ગમે ત્યાં થૂંકનારા લોકો સામે સેનિટેશન વિભાગ દ્વારા છેલ્લા 6 મહિના દરમિયાન કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ કુલ 237 લોકો પાસેથી રૂ. 13,300નો દંડ વસૂલવામાં આવ્યો છે. જોકે, આટલી કાર્યવાહી બાદ પણ હોસ્પિટલ પરિસરમાં ગંદકી અને થૂંકવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે.

સમસ્યાને પહોંચી વળવા માટે હવે માર્શલોને દરરોજ ઓછામાં ઓછા 150 કેસ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. છેલ્લા છ મહિનાના આંકડા દર્શાવે છે કે 29 લોકો બીજી વખત દંડાયા છે, જે સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. 'અહીં થૂંકવાની મનાઈ છે' જેવા સૂચના બોર્ડની નીચે પણ લોકો બેફિકર થઈને થૂંકતા જોવા મળે છે.

સ્મીમેર હોસ્પિટલમાં કુલ 80 માર્શલ ત્રણ શિફ્ટમાં ફરજ બજાવે છે. સવારની શિફ્ટમાં 25 માર્શલ કાર્યરત હોય છે. આ ઉપરાંત, સેનિટેશન વિભાગના 8 સુપરવાઈઝર સમગ્ર હોસ્પિટલ પરિસર પર સતત નજર રાખી રહ્યા છે અને સ્વચ્છતા જાળવણીની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
📲Get App