🔥 ट्रेंडिंग बड़ी खबर: सरदारशहर के कल्याणपुरा में म... બનાસકાંઠા માં જુગલસીંગ ચીકલીગર ગેંગ સા... जेएनयू में छात्रों का आंदोलन जारी, छात... पटना में भाजपा नेता ने कांग्रेस अध्यक्... पटना में बिहार रेजिमेंट के सम्मेलन में... कुबेरेश्वरधाम में शरद पूर्णिमा पर भोजन...
25 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સમગ્ર ગુજરાતમાંથી અનાથ દિવ્યાંગ બાળકોને સાચવતી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ -જુનાગઢમા છેલ્લા એક માસમાં જ 6 બાળકોને પ્રવેશ.

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 25 अक्टू. 2026, 07:50 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમગ્ર ગુજરાતમાંથી અનાથ દિવ્યાંગ બાળકોને સાચવતી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ -જુનાગઢમા છેલ્લા એક માસમાં જ 6 બાળકોને પ્રવેશ.

સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ (અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની નિવાસી સંસ્થા) સંસ્થા છેલ્લા ૧૬ વર્ષથી જૂનાગઢ બિલખા રોડ પર કાર્યરત છે. સંસ્થામાં સમયાંતરે બાળકોનો સતત વધારો થતો રહે છે. આજે સંસ્થામાં કુલ ૯૫ દિવ્યાંગ અનાથ બાળકોની સંખ્યા થઈ છે. સમગ્ર ગુજરાતમાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોને ૨૪ કલાક સાચવતી એક માત્ર સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ સંસ્થા ખાતે વર્ષ ૨૦૨૬ ના ઓકટોબર માસ દરમ્યાન માત્ર ૨૦ દિવસમાં જ ગુજરાતનાં અલગ અલગ જિલ્લામાંથી કુલ ૬ દિવ્યાંગ અનાથ બાળકોને બાળ કલ્યાણ સમિતિના આદેશથી આપણી સંસ્થામાં પ્રવેશ આપેલ છે. જેમાં બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠા થી ૧ હેનીલ નામનું બાળક , બાળ કલ્યાણ સમિતિ અમદાવાદ થી બે બાળકો જેમાં એક બાળક અનાથ અને એક સિંગલ પેરેન્ટ્સ વાળું છે. બાળ કલ્યાણ સમિતિ દેવભૂમિ દ્વારકા થી એક બાળક સિંગલ પેરેન્ટ્સવાળું આવેલ છે. અને રાજકોટ બાલાશ્રમમાંથી એક સાથે બે (૨) દિવ્યાંગ બાળકો આવેલ જેમાં એક બાળક તો માત્ર ૯ માસનું જ છે. અને એક બાળક ૫ વર્ષનું છે. હાલ સંસ્થામાં નિવાસ કરતાં દિવ્યાંગ અનાથ બાળકોની સંખ્યા ૯૫ થઈ ગઈ છે.
📲Get App