🔥 TRENDING વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. ૩.... मुख्यमंत्री मोहन यादव के हरसूद भ्रमण क... લસુન્દ્રા ગામમાં ગટરલાઇન કામ શરૂ, ટેકર... दाऊजी मेले में सपना चौधरी का कार्यक्रम... इंदौर क्राइम ब्रांच ने ऑनलाइन गेमिंग स... मुख्यमंत्री योगी आदित्यनाथ ने लखनऊ में...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાના કેસમાં ધારી કોર્ટે 6 આરોપીઓને નિર્દોષ છોડ્યા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 01 Oct 2026, 10:44 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારીની સેશન્સ કોર્ટે પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, મારામારી અને લૂંટના કેસમાં છ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. કોર્ટે આરોપીઓ તરફથી રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં લીધા હતા.

ધારીના એડિશનલ સેશન્સ જજ એસ.સી. ગાંધીએ માણાવાવ ગામના સરપંચ બાબભાઈ ઓધાભાઈ વાળા, શીવરાજભાઈ બાબભાઈ વાળા, ગટુભાઈ ઓધાભાઈ વાળા, જસકુભાઈ અમકુભાઈ વાળા, જોરુભાઈ ઓધાભાઈ વાળા અને હનુભાઈ બાબભાઈ વાળાને નિર્દોષ જાહેર કર્યા છે. આ તમામને પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, મારામારી તથા લૂંટના ગુન્હામાં આરોપી ઠેરવવામાં આવ્યા હતા.

આ ઘટના તા. 15-08-2019 ના રોજ બની હતી, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઈ લખમણભાઈ મકવાણા સમન્સ બજાવવા માટે ગયા હતા. તે સમયે લોખંડના પાઇપ અને લાકડી વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને રૂ. 1000/- ની લૂંટ થઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ તપાસ અધિકારી એ.વી. પટેલે ભારતીય દંડ સંહિતા (IPC) તથા ગુજરાત પોલીસ અધિનિયમ (GP Act) ની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.

કેસની ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષ દ્વારા ઘણા મૌખિક અને લેખિત પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. તેમ છતાં, ફરિયાદ પક્ષ આરોપીઓ સામે ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો. આરોપીઓ તરફથી સીનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદી, વી.એ. વાળા, યુ.એચ. દેવાયતકા અને એસ.બી. ભગત દ્વારા મજબૂત દલીલો કરવામાં આવી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
📲Get App