🔥 TRENDING પ્રફુલભાઈ પટેલનું શામળાજી મંદિરે આગમન:... Karnataka Allocates Funds to Upgrade T... Livemint Explains Why a Super‑Charged... GATE 2027 Registration Ends Today – No... Three Sistan Sand Boas Spotted in Raja... Court Dismisses Rape Complaint Against...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં યાર્નના ભાવવધારા સામે વીવર્સની એક દિવસીય હડતાલ, 6 કરોડ મીટર કાપડ ઉત્પાદન અટક્યું

✍️ Reporter: Dhaval Maheta 🗓 27 Sep 2026, 03:04 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં યાર્ન ડીલરો અને સ્પીનર્સ દ્વારા કરાયેલા અસામાન્ય ભાવવધારા અને પેમેન્ટની કથળતી વ્યવસ્થા સામે વીવર્સ એક દિવસીય સ્વયંભૂ બંધ પાળી વિરોધ કર્યો છે. આ બંધને કારણે 24 કલાકમાં અંદાજે 6 કરોડ મીટરથી વધુ કાપડનું ઉત્પાદન અટકી ગયું હતું.

સુરતમાં યાર્ન ડીલરો અને સ્પીનર્સ દ્વારા કરાયેલા અસામાન્ય ભાવવધારા તેમજ પેમેન્ટની કથળતી વ્યવસ્થા સામે વીવર્સ દ્વારા આરપારની લડત હાથ ધરવામાં આવી છે. આ સમસ્યાના ઉકેલ માટે 'સંપાત બેંકેટ હોલ' ખાતે આયોજિત 'વિવર્સ મહામંથન 2026'માં વિવિધ ક્ષેત્રના 7થી 8 હજાર વીવર્સ એકત્રિત થયા હતા. જ્યાં યાર્નના ભાવની અસ્થિરતા દૂર કરવા અને સુરક્ષિત પેમેન્ટ વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ સંયુક્ત નિર્ણયના ભાગરૂપે, આજે (27 સપ્ટેમ્બરે) સુરત વીવિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા એક દિવસનો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. જેના કારણે શહેરભરના તમામ વીવિંગ એકમો ઠપ રહ્યા હતા. આ બંધને કારણે 24 કલાકમાં અંદાજે 6 કરોડ મીટરથી વધુ કાપડનું ઉત્પાદન અટકી ગયું હતું. યાર્ન ડીલરોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો ભાવ નહીં ઘટે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

રેપિયર અને એરજેટ વીવર્સ એસોસિએશનના અગ્રણી હરેશ પટેલે જણાવ્યું હતું કે, ગત તારીખ 23 સપ્ટેમ્બરે સંપાત હોલમાં 'વીવર્સ મહામંથન'નું આયોજન થયું હતું. જેમાં રેપિયર, એરજેટ, વોટરજેટ તથા પાવરલૂમ્સ ધરાવતા લગભગ 8,000 જેટલા વીવર મિત્રો એક મંચ પર હાજર રહ્યા હતા. હાલમાં યાર્નમાં જે 30થી 40 ટકા જેટલો અસામાન્ય અને કૃત્રિમ ભાવવધારો થોપી બેસાડવામાં આવ્યો છે, તેને ધ્યાનમાં રાખીને તમામ એસોસિએશન દ્વારા સર્વાનુમતે નક્કી કરાયું હતું કે 27 તારીખ, રવિવારે એક ટોકન સ્ટ્રાઇક રૂપે સમગ્ર સુરત વીવિંગ ઇન્ડસ્ટ્રી બંધ રાખવી.

આજે સુરતના તમામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ખાતાઓ સંપૂર્ણ બંધ રહ્યા હતા અને આ બંધથી એક જ દિવસમાં 6 કરોડ મીટર જેટલા કાપડના ઉત્પાદન પર બ્રેક લાગી છે. આ ભાવવધારા સામે વીવર્સ દ્વારા લેવાયેલું આ પગલું ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
📲Get App