🔥 TRENDING ओतूर मार्केट यार्ड मध्ये भव्य रांगोळी... રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના હસ્ત... education education education J&K Government Says No Fixed Deadline...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત: ખજોદના કચરાના પહાડનો 6 મહિનામાં થશે નિકાલ, સિમેન્ટ ફેક્ટરીઓને વેચાશે કચરો

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 04:20 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા ખજોદ ખાતે આવેલા વિશાળ કચરાના ઢગલાના નિકાલ માટે એક મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આગામી છ મહિનામાં આ કચરાનો સંપૂર્ણ નિકાલ કરીને તેને પ્રોસેસ કરીને સિમેન્ટ ફેક્ટરીઓને વેચવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ હાઉસ સુરત ડાયમંડ બુર્સ (SDB) નજીક ખજોદમાં આવેલા કચરાના પહાડની સમસ્યા હવે ટૂંક સમયમાં જ ભૂતકાળ બની જશે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ કચરાના નિકાલ માટે જંગી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આગામી 6 મહિનાની અંદર આ કચરાના પહાડનો સંપૂર્ણ નિકાલ કરવામાં આવશે અને અહીંથી નીકળતા કચરાને ટ્રીટ કરીને સિમેન્ટ ફેક્ટરીઓને વેચવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી કચરાના ઢગલામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓથી લોકોને કાયમી રાહત મળશે.

ખજોદ ખાતે વર્ષોથી જમા થયેલા લેગસી વેસ્ટ (જૂના કચરા)ના નિકાલ માટે મનપાએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. સુરત મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે, ખજોદની અંદર જે લેગસી વેસ્ટ છે તેને ડિસ્પોઝ કરવાની કામગીરી પહેલા ધીમી હતી અને માત્ર બે જ મશીનો કામ કરતા હતા.

પરંતુ હવે તેની જગ્યાએ ચાર મશીનો લગાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ ચારેય મશીનો પૂર્ણ ક્ષમતાથી કામ કરશે અને આગામી પાંચથી છ મહિનામાં કચરાના ઢગલા સાફ થઈ જશે. આ પ્રક્રિયા દ્વારા કચરાનો નિકાલ કરવાની સાથે સાથે તેને ઉપયોગી બનાવીને આવક પણ ઊભી કરવામાં આવશે.
📲Get App