🔥 ट्रेंडिंग तापसी पन्नू ने खुलासा किया गुप्त शादी... सलमान खान ने बिग बॉस 20 पर यंग डीएसए क... म्रुणाल ठाकुर को बैंड्रा में सलून के ब... यंग डीएसए के भाई ने बिग बॉस 20 में उच्... त्रिपुरा के मुख्यमंत्री ने बताया ग्राम... प्रदर्शक ने रोक दिया पूर्व त्रिपुरा मु...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદ: નાના ચિલોડા પાસેથી 55.50 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, બેંગલુરુનો યુવક ઝડપાયો

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh 🗓 27 सित. 2026, 08:36 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના નાના ચિલોડા સર્કલ પાસે નરોડા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા 1.85 કિલો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થાની અંદાજિત કિંમત 55.50 લાખ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે બેંગલુરુના એક 24 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે.

અમદાવાદ શહેર નજીક નાના ચિલોડા સર્કલ પાસેથી નરોડા પોલીસે મોટી માત્રામાં MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચામુંડા ટાયર સામે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન, શંકાસ્પદ રીતે એક થેલો લઈને પસાર થઈ રહેલા એક યુવકને રોકીને તેની તલાશી લેવામાં આવતા તેની પાસેથી બે પેકેટમાંથી કુલ 1.85 કિલોગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું.

પોલીસની પ્રાથમિક પૂછપરછ મુજબ, ઝડપાયેલો યુવક 24 વર્ષીય નિખીલેશ છે અને તે બેંગલુરુનો રહેવાસી છે. પોલીસે ઝડપાયેલા MD ડ્રગ્સની અંદાજિત કિંમત 55.50 લાખ રૂપિયા આંકી છે. આ સાથે, યુવક પાસેથી મળી આવેલા ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 55.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસની પૂછપરછ દરમિયાન યુવકે કબૂલ્યું હતું કે તેને આ ડ્રગ્સ બેંગલુરુના 'ફ્રેન્ક' નામના નાઇજિરિયન વ્યક્તિ પાસેથી મળ્યું હતું અને તેને આ માલ પહોંચાડવાની એક ટ્રિપના 1 લાખ રૂપિયા મળવાના હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે.
📲Get App