🔥 TRENDING North India Winter Air Pollution Tied... CGBSE Releases 2027 Exam Timetable for... Chhattisgarh to Launch Digital Librari... Chhattisgarh Approves ₹733 Cr for 6,69... AAP questions former MLA's farmer reco... Punjab High Court to Hear Petitions Ov...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી, રૂ.5.51 લાખની સોનાની-ચાંદીની ચોરી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 20 Nov 2026, 12:38 AM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં બળેલી મિલ રોડ પર થયેલી ઘરફોડ ચોરીમાં તસ્કરોને મળ્યો લોખંડનો ટૂકડો અને કપડું, અને રૂ.5.51 લાખની કિંમતી દાગીના-રોકડ ચોરી..

સાબરકાંઠામાં-:
હિંમતનગર શહેરના બળેલી મિલ રોડ વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના બની છે.ઘરમાલિક અરવિંદગીરી ભગવાનગીરી ગોસ્વામીનું ઘર જ્યાં પરિવાર ઉપરના માળે સૂતો હતો,ત્યારે તસ્કરો ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્રવેશી તિજોરી તોડી સોનાની-ચાંદીની દાગીના અને રોકડની ચોરી કરી, કુલ અંદાજે રૂ.5.51 લાખની મૂલ્યવાળી વસ્તુઓ ગુમ થઈ ગઈ.માહિતી મુજબ પરિવાર લગ્નની તૈયારી માટે રોકડ અને કિંમતી દાગીના ઘરમાં રાખી રાખ્યો હતો.રાત્રિના સમયે તસ્કરો ઘરની તાળું તોડી,ઉપરના માળે ઊંઘતા પરિવારને અવગણતા,નીચેની તિજોરીને નિશાન બનાવી તોડી તેમાં રહેલી તમામ કિંમતી વસ્તુઓ અને રોકડ લઈ ગયા..

ચોરી દરમ્યાન તસ્કરો લોખંડની ટોમી અને એક કપડું સ્થળ પર છોડીને ભાગી ગયા, જે પોલીસ તપાસમાં મહત્વની કડી બની શકે છે. ઘટનાની જાણ થતાં હિંમતનગર શહેર પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી, ફરિયાદ નોંધાવી અને પુરાવાઓની તપાસ શરૂ કરી.પોલીસ દ્વારા મળેલી લોખંડની ટોમી અને કપડાં સહિતના પુરાવાઓના આધારે વધુ તપાસ ચાલુ છે અને તસ્કરોને ઝડપવા માટે કામગીરી તેજ કરવામાં આવી રહી છે.
📲Get App