🔥 TRENDING તાત્કાલિક સારવાર भिंड में DGM नितिन डोंगरे पर बाथरूम मे... CBI Arrests DGCA Deputy Director in Ta... Andre Siddarth backs Tamil Nadu cricke... D-Mart Q2 Update: Revenue and Store Co... Madhya Pradesh Gold Prices Rise on 4th...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બામણવા ગામમાં 55 વર્ષીય આધેડની કરપીણ હત્યા

✍️ Reporter: Chavda Jignesh 🗓 04 Oct 2026, 11:56 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બામણવા ગામના આધેડ વીરજીભાઈ ઠાકોરની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, સીમ વિસ્તારમાંથી વીરજીભાઈ ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના માથાના ભાગે ઈજાના નિશાન મળી આવતા હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં પાટડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે શંકાસ્પદ 3 વ્યક્તિઓને અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે અને સમગ્ર ઘટનામાં કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસ તપાસ ચાલુ છે.
📲Get App