🔥 TRENDING 7 अक्टूबर 2026: राजस्थान में मुख्यमंत्... ফ্রান্সিস হালজেনকে পদার্থবিদ্যায় নোবে... पूर्व मुख्यमंत्री शिवराज सिंह चौहान ने... પ્રવાસીઓ- સહેલાણીઓ માટે મહત્ત્વનો નિર્... Mizoram to Host 3rd North East Bankers... Arunachal Pradesh minister asks Centre...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પલસાણા પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો, 55 હજારનો મુદ્દામાલ જપ્ત
Crime

પલસાણા પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો, 55 હજારનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 09:46 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પલસાણા પોલીસે બાતમીના આધારે ચોરી થયેલી એક્ટિવા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રૂ. 55,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પલસાણા પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલી એક્ટિવા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 28 સપ્ટેમ્બર, 2026ના રોજ પલસાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરી થયેલી નંબર વગરની કાળા રંગની એક્ટિવા પલસાણાથી ભીંડી બજાર રોડ પરથી પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.

પોલીસે વોચ ગોઠવીને જુનેદ હનીફ મુલતાની (ઉંમર 33, રહે. પલસાણા) ને ચોરી થયેલી નંબર વગરની કાળા રંગની એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે જુનેદ વાહનોની લે-વેચનો ધંધો કરે છે. આ એક્ટિવા બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુના સાથે સંબંધિત હતી.

પોલીસે આરોપી જુનેદ પાસેથી રૂ. 50,000ની કિંમતની એક્ટિવા અને રૂ. 5,000નો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App