🔥 TRENDING वाराणसी के थाने भेलूपुर में महिलाओं के... बागपत के सिंघावली अहीर थाना क्षेत्र के... Kerala Raises Compensation for Wildlif... Kerala's Bhagyathara BT-77 Lottery Ann... టీఆర్‌పీ పార్టీ జెండా గద్దె ఆవిష్కరణ:... Indore City to Cut Bills for Water Was...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેસાણા પોલીસ દ્વારા બોદલા ગામમાં ખોટી નંબર પ્લેટવાળી ક્રેટા ગાડીમાંથી 531.36 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Oct 2026, 03:55 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા પોલીસએ બોદલા ગામમાં ખોટી નંબર પ્લેટવાળી સફેદ ક્રેટા ગાડી (G.J.01.HK.2406) ને અટકાવી 531.36 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વાહન જપ્ત કર્યું..

મહેસાણામાં-:
લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા બોદલા ગામમાં ખોટી નંબર પ્લેટવાળી સફેદ ક્રેટા ગાડી (G.J.01.HK.2406) ને અટકાવીને 531.36 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો. ગાડીમાં 51 પેટીઓ અને 1800 બોટલ દારૂ, કુલ કિંમત ₹4,47,028/- હતી, જ્યારે વાહનનું મૂલ્ય ₹10,00,000/- હતું, અને કુલ મિલકત ₹14,47,028/- ની ગણવામાં આવી.પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ડી કાકરેચાએ ગાડીની તપાસ કરી અને ખોટી નંબર પ્લેટ (G.J.08.DP.4163) અને એન્જિન, ચેસિસ નંબર ચકાસ્યા.ગાડી ડ્રાઇવરે અંધારામાં ભાગી ગયો,પરંતુ વાહન અને દારૂ જપ્ત કરવામાં આવ્યા..

આ કેસમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને પ્રોહી કલમ‑65(a)(i), 98(2),116(b) અને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ‑340(2) હેઠળ ગુન્હો નોંધાવ્યા છે. પોલીસને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી છે.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયા,એ ડી કાકરેચા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,પિયુષકુમાર નગીનભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,કિરણજી ઉગાજી હેડ કોન્સ્ટેબલ,મનુજી ફતેસીંહ પોલીસ કોન્સ્ટેબલ,રાજેશજી ચુનાજી પોલીસ કોન્સ્ટેબલ,વિશ્વનાથસીંહ પ્રતાપસીંહ પોલીસ કોન્સ્ટેબલ,વિજયકુમાર દેવજીભાઇ પોલીસ કોન્સ્ટેબલ,જોરાજી કડવાજી પોલીસ કોન્સ્ટેબલ,અક્ષયસીંહ વખતસીંહ પોલીસ કોન્સ્ટેબલ,લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાએ આ પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો અને પોલીસ અધિકારી અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને માન્યતા આપી.
📲Get App