🔥 TRENDING पत्ताड़ी में जल्द खुलेगा मदोरा डायग्नो... भानुप्रतापपुर में अवैध शराब बेचते आरोप... इको गार्डन में प्रदर्शन जारी, विभिन्न... શિહોરીની એમ.વી.વાલાણી હાઈસ્કૂલના 287 વ... Supreme Court finds Jharkhand DGP appo... Jharkhand HC Orders State to Inspect S...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પટ્ટણના ચામુંડા મંદિરની ચોરીનો ભેદ ઉકેલવા 52 ગામ માછી સમાજ મેદાને

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 08 Oct 2026, 06:28 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર...

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ હજુ પણ અકબંધ છે, અને તેને લઈને હવે 52 ગામ માછી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આશરે પાંચ મહિના પહેલા, માછી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન આ ચામુંડા માતાજીના મંદિરેથી કિંમતી આભૂષણો અને દાનપેટીની ચોરી થઈ હતી. આ અંગે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા છતાં અને પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા છતાં, પાંચ મહિના વીત્યા બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

ન્યાયની માંગ સાથે આજે, તારીખ 8 ઓક્ટોબરના રોજ, 52 ગામના માછી સમાજના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં લોકો મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સમાજની એક જ માંગ છે - આ ગંભીર ઘટનાની તાત્કાલિક તપાસ કરી, ચોરીનો ભેદ ઉકેલવામાં આવે અને આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

હવે જોવું એ રહ્યું કે, તંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે.
📲Get App