🔥 TRENDING गोवंश के मांस से भरा कंटेनर दतवास में... 24news: ચૂંટણી સંબંધિત ગ્રાઉન્ડ રિપોર્... દિવાળી તહેવાર દરમિયાન ટ્રાફિક પોલીસ દ્... धनतेरस के अवसर पर गरम बारवा खुर्म में... Devon Conway Ruled Out Of India Vs NZ... Prithvi Shaw Remains Determined to Ret...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના મેટાલિક જરી ઉત્પાદકો પર કાચા માલના ભાવવધારા અને માંગની કમીથી 5,000 થી વધુ ફેક્ટરીઓ બંધ
Local

સુરતના મેટાલિક જરી ઉત્પાદકો પર કાચા માલના ભાવવધારા અને માંગની કમીથી 5,000 થી વધુ ફેક્ટરીઓ બંધ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 14 Sep 2026, 12:54 PM 👁 75
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મેટાલિક જરી ઉદ્યોગમાં ઝીંક અને અન્ય ધાતુઓના ભાવમાં 30 % વધારો અને તૈયાર કાપડની માંગમાં ઘટાડાને કારણે સુરતના 5,000 થી વધુ ઉત્પાદકો એક દિવસની રજા લેતા બંધ રાખી રહ્યા છે.

મેટાલિક જરી ઉદ્યોગ પર કાચા માલના ભાવવધારા અને મંદીનો બેવડો માર પડ્યો છે. રો-મટિરિયલ્સના ભાવમાં 30 % નો વધારો ઝીંક અને અન્ય ધાતુઓમાં થયો છે, જેનાથી ઉત્પાદકોને ખર્ચમાં ભારે વધારો થયો છે.

બીજી તરફ તૈયાર કાપડની પૂરતી માંગ ન હોવાથી એમ્બ્રોઈડરી અને વીવિંગ વેપારીઓ વધુ ભાવ ચૂકવવા તૈયાર નથી. પરિણામે, સુરતના 5,000 થી વધુ જરી ઉત્પાદકોએ સપ્તાહમાં એક દિવસ ફેક્ટરીઓ સંપૂર્ણપણે બંધ રાખવાનું શરૂ કરી દીધું છે. યોગ્ય ભાવ ન મળે તો કામકાજને વધુ ઘટાડવા વિચારણા ‘છેલ્લા 10 દિવસથી ઉત્પાદકોએ 1 દિવસની રજા શરૂ કરી છે.

આ સ્થિતિમાં, 12,000 મશીનોને અસર અને 2 લાખથી વધુ પરિવાર સામે સંકટ ઉભું થયું છે. અઠવાડિયામાં એક દિવસ મશીનો બંધ રહેતાં ઉત્પાદનમાં સીધો 14 % થી વધુનો ઘટાડો નોંધાશે, જે શ્રમિકોની રોજીરોટી અને એકમોની ઓપરેટિંગ કોસ્ટ પર સીધી અસર કરે છે.

ઉત્પાદકો હાલ સ્ટોક કરવાનું ટાળી રહ્યા છે અને આગામી દિવસોમાં કેટલો ભાવવધારો મળે તેનું આકલન કર્યા બાદ ફેક્ટરીઓમાં કામકાજ કેટલું ચાલુ રાખવું કે તેમાં વધુ કાપ મૂકવો તેનો અંતિમ નિર્ણય લેવાશે.
📲Get App