🔥 ट्रेंडिंग राष्ट्रपति भवन ने सीपीआई(एम) सांसद जॉन... राज्य सरकार ने गोल्ड रिंग योजना के डोम... थिरुमावलवन के SIR बयान से पार्टी में उ... तमिलनाडु के वन रक्षकों ने पुलिस के समा... एक ही समग्र आईडी पर 105 बच्चों का ‘अडॉ... एमपी ट्रैवल मार्ट में पर्यटन को बढ़ावा...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસાના કુડોલ-જીતપુર નજીક ટ્રેક્ટર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત, 5 મજૂરો ઈજાગ્રસ્ત
स्थानीय

મોડાસાના કુડોલ-જીતપુર નજીક ટ્રેક્ટર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત, 5 મજૂરો ઈજાગ્રસ્ત

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 24 अग. 2026, 12:38 AM 👁 78
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસાના કુડોલ-જીતપુર પાસે ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

મોડાસાના કુડોલ-જીતપુર નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રેક્ટર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર સીધું જ એક ઝાડ સાથે અથડાયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટર અને ઝાડની વચ્ચે દબાઈ જવાથી એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક સહિત તેમાં સવાર અન્ય 5 જેટલા મજૂરો પણ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા ટીટોઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App