Sports
જાપાનમાં 5મી એશિયન પેરા ગેમ્સમાં 400મીમાં સુવર્ણ ચંદ્રક જીતી અંજનાબેન બુમ્બડિયાને અમદાવાદમાં ઉષ્માભર્યું સ્વાગત..
સાબરકાંઠાના અંજણી ગામની અંજનાબેન બુમ્બડિયાએ જાપાનમાં એશિયન પેરા ગેમ્સમાં 400મી ટ્રેકમાં સુવર્ણ ચંદ્રક જીતી ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું, અને અમદાવાદ એરપોર્ટ પર ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત થયું..
જાપાનમાં યોજાયેલી 5મી એશિયન પેરા ગેમ્સમાં પેરા એથ્લેટિક્સની વિમેન 400 મીટર (T47) ઇવેન્ટમાં અંજણી ગામની અંજનાબેન બુમ્બડિયાએ સુવર્ણ ચંદ્રક જીતી ભારત અને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું..
આ ઐતિહાસિક જીત બાદ અંજનાબેન અને અન્ય ભારતીય ખેલાડીઓને અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત મળ્યું,જ્યાં સ્થાનિક અધિકારીઓ અને જનતા દ્વારા તેમની સફળતા ઉજવવામાં આવી.સાબરકાંઠા જિલ્લા અને સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે. દેશનું ગૌરવ વધારનાર તમામ ખેલાડીઓને હાર્દિક અભિનંદન અને ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ માટે શુભેચ્છાઓ.