🔥 TRENDING સુરતમાં કપડા ઉદ્યોગપતિ રમસ્વરૂપ જી મું... સુરત મહાનગરપાલિકા દ્વારા 249 ખાલી જગ્ય... Allahabad HC Deems UP Civil Liberties... Allahabad Court Rejects Police's 'Thun... Chandigarh Police Releases 7‑Nov 2026... Nithiin Stuns with New Look in AR Youn...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના પિપલોદમાં સરકારી ઓફિસરે 5 વર્ષની સાવકી દીકરી સાથે કરી છેડતી, પોલીસે દાખલ કર્યો ગુનો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Nov 2026, 02:03 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પિપલોદ વિસ્તારમાં રહેતા એક સરકારી ઓફિસરે પોતાની 5 વર્ષની સાવકી દીકરી સાથે શારીરિક છેડતી કરવાની ઘટના સામે આવી છે. બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

સુરતના પોશ ગણાતા પિપલોદ વિસ્તારમાં સંબંધોને લજવતી અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીં ભાડેથી રહેતા એક સરકારી ઓફિસરે પોતાની જ 5 વર્ષની માસૂમ સાવકી દીકરી સાથે શારીરિક અડપલાં કરી છેડતી કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

માસૂમ બાળકી સાથે થયેલી આ ગંદી કરતૂત બાદ મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો. બાળકીની માતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે સરકારી ઓફિસર વિરુદ્ધ છેડતી તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પોલીસે આ મામલે કાયદેસરની તપાસ તેજ કરી છે. જ્યારે ગુનો નોંધાયાની જાણ થતાં જ આરોપી ઓફિસર હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
📲Get App