🔥 TRENDING Ugc roll back સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભેંસાણમાં ₹... निकाय चुनाव के बाद अब आम आदमी पार्टी प... બીજાના પૈસા ન ચૂકવતાં થયેલી મારામારીમા... કાણેટી ગામમાંથી 2, 13 લાખના દારૂના જથ્... BJP‑Backed Candidates Secure Unopposed...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સુરતમાં રસીકરણમાં ગંભીર બેદરકારી: 5 બાળકોને ડાયાબિટીસની દવા અપાઈ, હેલ્થ વર્કર સસ્પેન્ડ

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 09:18 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પલસાણા તાલુકામાં મમતા દિવસ રસીકરણ કાર્યક્રમ દરમિયાન 7 બાળકોમાંથી 5 બાળકોને ભૂલથી ડાયાબિટીસની દવા ગ્લાઇમિપિરાઇડ અપાઈ. આ ઘટના બાદ આરોગ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ અને જવાબદાર હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરાયા.

સુરતના પલસાણા તાલુકામાં 24 સપ્ટેમ્બર, 2026ના રોજ મમતા દિવસ રસીકરણ કાર્યક્રમ દરમિયાન એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર પલસાણા-01 ખાતે 7 બાળકોને રસી આપવામાં આવી હતી. જોકે, રસીકરણ બાદ આ 7 બાળકોમાંથી 5 બાળકોને ભૂલથી પેરાસિટામોલને બદલે ડાયાબિટીસની દવા ગ્લાઇમિપિરાઇડ-2 એમ.જી. આપી દેવામાં આવી હતી.

દવાની આડઅસરને કારણે અસરગ્રસ્ત પાંચેય બાળકોને તાત્કાલિક ધોરણે અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે, આ ગંભીર બેદરકારી માટે જવાબદાર મહિલા હેલ્થ વર્કરને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જિલ્લા આરોગ્ય તંત્ર અને વરિષ્ઠ અધિકારીઓ હાલ અસરગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે તે હોસ્પિટલોની મુલાકાત લઈ રહ્યા છે અને સારવારની સમીક્ષા કરી રહ્યા છે. હાલ તમામ બાળકોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ મામલે જણાવ્યું હતું કે, બાળકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
📲Get App