🔥 ट्रेंडिंग लखनऊ: अधिकारी के.टी. बख्शी ने किया ताल... AAP सांसद संजय सिंह ने सीईसी विरोध में... केरल में तेज रफ्तार मिनी कूपर दुर्घटना... सीजेआई सूर्यकांत ने राहुल गांधी‑खरगे क... जावेद हबीब ने बताया शैम्पू में सफ़ेद स... भारत ने स्ट्रेट ऑफ़ हॉरमुज़ में वाणिज्...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં ગણેશ વિસર્જન: હજીરા દરિયાકિનારે 5 કિલોમીટર લાંબી મૂર્તિઓની લાઈન, 2 દિવસ લાગી શકે છે પ્રક્રિયા
स्थानीय

સુરતમાં ગણેશ વિસર્જન: હજીરા દરિયાકિનારે 5 કિલોમીટર લાંબી મૂર્તિઓની લાઈન, 2 દિવસ લાગી શકે છે પ્રક્રિયા

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 25 सित. 2026, 10:15 PM 👁 44
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં આ વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન મુંબઈના લાલબાગ જેવું અદભુત દ્રશ્ય સર્જાયું છે. હજીરા, ડુમસ અને મગદલ્લા દરિયાકિનારે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે, જેમાં હજીરા ખાતે 15 થી 25 ફૂટ ઊંચી 500 જેટલી વિશાળકાય પ્રતિમાઓની 5 કિલોમીટર લાંબી લાઈન લાગી છે.

સુરતમાં આ વર્ષે ગણેશ વિસર્જનમાં મુંબઈના લાલબાગ જેવાં અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હજીરા, ડુમસ અને મગદલ્લા દરિયાકિનારે બાપ્પાને વિદાય આપવા ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. સૌથી વધુ ચર્ચા હજીરાની થઈ રહી છે, જ્યાં 15 થી 25 ફૂટ ઊંચી વિશાળકાય 500 જેટલી ગણેશ પ્રતિમાઓની 5 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ છે. મૂર્તિઓની વિશાળતા અને ભક્તોની ભારે ભીડને જોતા આ વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થવામાં 2 દિવસ જેટલો સમય લાગી શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

સુરત શહેરમાં નાની-મોટી મળીને કુલ 90,000 જેટલી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા વિસર્જન માટે અગાઉથી જ ચુસ્ત બંદોબસ્ત અને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.

પરંતુ, અનંત ચતુર્દશીના બપોર પછી શહેરના મોટા ગણેશ મંડળો પોતાની વિશાળકાય પ્રતિમાઓ લઈને વિસર્જન માટે માર્ગો પર ઉતરી પડ્યા હતા. એકસાથે મોટી સંખ્યામાં વિશાળ પ્રતિમાઓ માર્ગો પર આવતા ટ્રાફિક અને વિસર્જન વ્યવસ્થાપનને લઈને તંત્રની ચિંતામાં અચાનક મોટો વધારો થઈ ગયો હતો.
📲Get App