🔥 TRENDING World Uyghur Congress Calls for Global... Global Air Passenger Demand Falls 0.8%... Youth Congress and SFI clash outside K... અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમાં વિભાગે મોટી... કોંગ્રેસ દ્વારા GSC બેંક અને સહકારી મં... વલાસા ગામે મહિપતસિંહ બાપુના પુત્ર પર લ...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત નજીક નેશનલ હાઈવે-48 પર ટ્રેલર પલટી, મશીનરી રોડ પર ફેલાઈ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 11:30 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ચલથાણ નજીક નેશનલ હાઈવે-48 પર રેલવે ઓવરબ્રિજ ઉતરતી વખતે ટ્રેલર પલટી મારી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સુરતના ચલથાણ નજીક નેશનલ હાઈવે-48 પર રેલવે ઓવરબ્રિજ ઉતરતી વખતે ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલું એક ટ્રેલર (GJ-05-CY-6622) શાર્પ વળાંક પાસે ઝોક લાગતા રોડ પર પલટી મારી ગયું હતું.

આ અકસ્માતને કારણે ટ્રેલરમાં ભરેલી મશીનરી રોડ પર ચારેબાજુ ફેલાઈ ગઈ હતી. જેના કારણે વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે મશીનરીને રોડ પરથી હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
📲Get App