🔥 TRENDING Women Officers Appointed to Senior Pos... Two Chinese-made grenades recovered in... Mother Forced to Mop Floor at Damoh Di... ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: બૂથ એજન્... पुलिस को चकमा देकर जंतर-मंतर प्रदर्शन... अररिया में आयकर अधिनियम 2025 के टीडीएस...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાટડીમાં ગેસ સિલિન્ડર બુકિંગ મર્યાદા ઘટાડવા માગ: પ્રાંત અધિકારીને 45 થી 21 દિવસ કરવા લેખિત આવેદન

પાટડીમાં ગેસ સિલિન્ડર બુકિંગ મર્યાદા ઘટાડવા માગ: પ્રાંત અધિકારીને 45 થી 21 દિવસ કરવા લેખિત આવેદન

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 21 Aug 2026, 04:54 PM 👁 57
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટડીમાં ગેસ સિલિન્ડર બુકિંગની મર્યાદા 45 દિવસથી ઘટાડીને ફરી 21 દિવસ કરવા માટે પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. પાટડી પ્રગતિ મંચ દ્વારા લોકોની હેરાનગતિને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી હતી.પાટડીમાં ગેસ સિલિન્ડર બુકિંગની મર્યાદા 45 દિવસથી ઘટાડીને ફરી 21 દિવસ કરવા માટે પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. પાટડી પ્રગતિ મંચ દ્વારા લોકોની હેરાનગતિને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી હતી.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં લાકડાં ભીના હોવાથી તેને સળગાવવામાં મુશ્કેલી પડે છે. લાકડાંના ધુમાડાને કારણે સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર થાય છે. આવી પરિસ્થિતિમાં સમયસર ગેસ સિલિન્ડર ઉપલબ્ધ થવું અત્યંત જરૂરી છે
"જો ગેસ સિલિન્ડર બુકિંગનો સમયગાળો ફરીથી 21 દિવસ કરવામાં આવે, તો કાળાબજારી પર નિયંત્રણ લાવી શકાશે અને ગ્રાહકોને સમયસર સિલિન્ડર મળી રહેશે.
"આ બાબત પ્રાંત અધિકારીના સીધા અધિકારક્ષેત્ર હેઠળ ન આવતી હોવા છતાં, સરકારના પ્રતિનિધિ તરીકે આ જનહિતના પ્રશ્નને ઉચ્ચ કક્ષાએ કાર્યવાહી માટે રજૂ કરવા વિનંતી કરવામાં આવી હતી. પાટડીના પ્રાંત અધિકારી મિલન રાવને આ લેખિત આવેદનપત્ર સુપરત કરાયું હતું.
"રજૂઆતકર્તાઓએ સવાલ ઉઠાવ્યો હતો કે આઝાદીના 80 વર્ષ બાદ પણ જો સામાન્ય નાગરિકને ગેસ સિલિન્ડર જેવી મૂળભૂત સુવિધા માટે મુશ્કેલી પડે, તો સરકાર પાસેથી જનતા વધુ શું અપેક્ષા રાખી શકે?"
📲Get App