🔥 TRENDING मुरबाडचे आमदार किसनजी कथोरे यांच्याकडू... शहडोल में 300 करोड़ की सरकारी जंगल-जमी... Rahul Gandhi Demands Update on Probe i... Odisha family of 7 and driver killed a... 19 West Bengal Workers Detained in Chh... Bay of Bengal Low-Pressure Area May In...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સાબરકાંઠામાં-: સેવા મેરા યોગદાન હેઠળ હિંમતનગરમાં 43 યુનિટ રક્તદાન કેમ્પ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 10:50 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠામાં-: ભારત સરકારના સેવા મેરા યોગદાન અભિયાનમાં હિંમતનગરમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 43 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું..

ભારત સરકારના “સેવા મેરા યોગદાન” અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા હિંમતનગર શહેરમાં રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું..

મહાદેવ યુવક મંડળ-મહેતાપુરા અને જિલ્લા કલેક્ટર કચેરીની સહયોગથી GMERS બ્લડ બેન્ક સાથે મળીને આ કેમ્પોનું નિર્માણ કરવામાં આવ્યું. યુવાનો, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કુલ 43 યુનિટ રક્તદાન કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું..

આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા,ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ,નિવાસી અધિકારી મેડમ કૃષ્ણા વાઘેલા,પ્રાંત અધિકારી,નગરપાલિકા ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ,અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા.સેવાના આ મહાયજ્ઞમાં પોતાના અમૂલ્ય રક્ત આપી જીવન બચાવનાર તમામ રક્તદાતાઓ અને આયોજકોને હૃદયપૂર્વક આભાર.
📲Get App