🔥 TRENDING Karnataka Legislature Rejects ESA Draf... Pune Influencer Accused of Assaulting... Ukraine Announces Robot Army to Replac... UP Faces Renewed Calls to Split into F... Gurgaon PG Woman Found Dead; Family Bl... Butcher Arrested in Ibrahimpatnam Afte...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં અનંત ચતુર્દશી બાદ ગણેશ વિસર્જન પ્રક્રિયા 41 કલાક સુધી ચાલી, હજીરા ખાતે ભારે ટ્રાફિક જામ

✍️ Reporter: Dhaval Maheta 🗓 27 Sep 2026, 10:38 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં અનંત ચતુર્દશીના પાવન પર્વે શરૂ થયેલી ગણેશ વિસર્જન પ્રક્રિયા બીજા દિવસે પણ ચાલુ રહી હતી. હજીરા ખાતે વિસર્જન 41 કલાક સુધી ચાલ્યું હતું, જેના કારણે દરિયાઈ ઓવારા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

સુરત શહેરમાં અનંત ચતુર્દશીના પાવન પર્વે શરૂ થયેલી ગણેશ વિસર્જનની પ્રક્રિયા બીજા દિવસે પણ અવિરત ચાલુ રહી હતી. મહાનગરપાલિકા દ્વારા નિર્મિત 21 કૃત્રિમ તળાવોમાં નિર્ધારિત સમયમાં વિસર્જન પૂર્ણ થયું હતું, પરંતુ હજીરા સહિતના દરિયાઈ ઓવારાઓ પર શનિવારે મોડી રાત સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી. ખાસ કરીને હજીરા ખાતે શુક્રવારે સવારે 6 વાગ્યાથી શરૂ થયેલું વિસર્જન સતત 41 કલાક સુધી ચાલ્યું હતું.

મોટી મૂર્તિઓ, દરિયાઈ ભરતી-ઓટ અને બીઆરટીએસના નાના રૂટ જેવા કારણોસર ઈચ્છાપોર ચાર રસ્તાથી હજીરા બોટ ઓવારા સુધી લગભગ 12 કિલોમીટર સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આયોજકો અને ભક્તોને વિસર્જન માટે 24થી 36 કલાક સુધી લાઇનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો.

સુરત શહેરમાં કુલ મળીને કૃત્રિમ તળાવો, દરિયાઈ ઓવારા અને ઘરઆંગણે મળીને અંદાજે 83,938 જેટલી શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હજીરા ખાતે રાધેકૃષ્ણ ગ્રુપના 600 સ્વયંસેવકો અને પોલીસ જવાનો દ્વારા વિસર્જન પ્રક્રિયા દરમિયાન ખડેપગે રહીને સેવા આપવામાં આવી હતી.
📲Get App