Crime
ગુજરાતમાં ડ્રગ્સ સામે લડવા 41 નવી એન્ટી-નાર્કોટિક્સ વિંગની સ્થાપના
રાજ્યમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર અને તસ્કરી સામે કાર્યવાહીને વધુ મજબૂત બનાવવા ગુજરાત પોલીસ દ્વારા 41 એન્ટી-નાર્કોટિક્સ વિંગ (ANW) સ્થાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ યુનિટ્સ AI ટેકનોલોજીની મદદથી પણ નજર રાખશે.
ગુજરાત પોલીસ રાજ્યમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર અને તસ્કરી સામેની કાર્યવાહીને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. આ અંતર્ગત, રાજ્યભરમાં 41 નવી એન્ટી-નાર્કોટિક્સ વિંગ (ANW) સ્થાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ યુનિટ્સ ખાસ કરીને નશીલા પદાર્થો સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આધુનિક AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખશે.
આ 41 યુનિટ્સ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને પોલીસ કમિશનરેટ સ્તરે કાર્યરત થશે. યોજના મુજબ, ગુજરાતના 34 જિલ્લાઓમાં ઓછામાં ઓછું એક ANW રાખવામાં આવશે. જેમાં 33 જિલ્લાઓમાં એક-એક યુનિટ, કચ્છમાં બે યુનિટ (પૂર્વ અને પશ્ચિમ), અમદાવાદ કમિશનરેટમાં બે યુનિટ, સુરત કમિશનરેટમાં બે યુનિટ, રાજકોટ કમિશનરેટમાં એક યુનિટ અને વડોદરા કમિશનરેટમાં એક યુનિટનો સમાવેશ થાય છે. આ રીતે કુલ 41 એન્ટી-નાર્કોટિક્સ વિંગની સ્થાપના કરવામાં આવશે.
દરેક એન્ટી-નાર્કોટિક્સ વિંગમાં કુલ 8 પોલીસ અધિકારી-કર્મચારીઓની ટીમ રહેશે. આ ટીમમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને બે ASI/હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થશે. આ નવી વિંગ્સ ડ્રગ્સ સામેની લડાઈમાં પોલીસની ક્ષમતામાં વધારો કરશે અને રાજ્યને નશામુક્ત બનાવવાના પ્રયાસોને વેગ આપશે.