🔥 ट्रेंडिंग राष्ट्रपति भवन ने सीपीआई(एम) सांसद जॉन... राज्य सरकार ने गोल्ड रिंग योजना के डोम... थिरुमावलवन के SIR बयान से पार्टी में उ... तमिलनाडु के वन रक्षकों ने पुलिस के समा... एक ही समग्र आईडी पर 105 बच्चों का ‘अडॉ... एमपी ट्रैवल मार्ट में पर्यटन को बढ़ावा...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં રાજસ્થાનથી આવતા નકલી પનીરનું કૌભાંડ ઝડપાયું: 408 કિલો જથ્થો જપ્ત
अपराध

અમદાવાદમાં રાજસ્થાનથી આવતા નકલી પનીરનું કૌભાંડ ઝડપાયું: 408 કિલો જથ્થો જપ્ત

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 22 अग. 2026, 01:32 AM 👁 70
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજસ્થાનના જોધપુર અને પાલીથી સસ્તા ભાવે અમદાવાદમાં વેચાણ માટે લાવવામાં આવેલું 408 કિલો એનાલોગ પનીર પોલીસે જપ્ત કર્યું છે.

અમદાવાદમાં રાજસ્થાનથી આવતા એનાલોગ પનીરના વેચાણનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે બે લક્ઝરી બસમાંથી કુલ 408 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. આ પનીરનું ઉત્પાદન રાજસ્થાનના જોધપુર અને પાલી ખાતે આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કરવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ પનીરના પેકેટ પર 450 રૂપિયાની MRP છાપવામાં આવી હતી, પરંતુ તેને ગ્રાહકોને માત્ર 240 રૂપિયાના ભાવે વેચવામાં આવતું હતું. આ જથ્થો લેવા માટે બે વ્યક્તિઓ પહોંચ્યા હતા, જેમને પોલીસે અટકાયતમાં લીધા છે.

બજારમાં સસ્તા ભાવે વેચાતા આ પનીરની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી આ નેટવર્કમાં સામેલ અન્ય લોકોની ઓળખ કરી શકાય.
📲Get App