🔥 TRENDING Sensex Gains 250 Points, Nifty Rises 4... South Korean PM Promises Review of Fir... Tripura Names 18-Member Squad for Open... Himachal Pradesh Clears Employee Arrea... बी.के. इंडस्ट्रीज़, पिटम्पुर ने सभी दे... Himachal Pradesh Horticulture College...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માયાભાઈ આહીરના પુત્ર દ્વારા 4 હેક્ટર જમીન પચાવી પાડવાનો આરોપ, રાજુલા પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ FIR

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 08 Nov 2026, 06:49 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માયાભાઈ આહીરના પુત્ર ભરત ભંમર દ્વારા 4 હેક્ટર જમીન પર કબજો જમાવવાનો આરોપ, રાજુલા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ FIR નોંધાઈ છે.

રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામમાં આવેલ અંદાજે 4 હેક્ટર જમીન પર માયાભાઈ આહીરના પુત્ર ભરત ભંમર (ભરત આહીર) દ્વારા કબજો જમાવવાનો આરોપ છે. આરોપી જેતુભાઈ વીરાભાઈ ધાખડા 2024થી સરકારની મંજૂરી વગર જમીન પર વાવેતર કરી ઉપજમાંથી આર્થિક લાભ મેળવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે.

આ મામલો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાજુલા પોલીસ મથકમાં નોંધાયો છે. અગાઉ આરોપીએ માયાભાઈ આહીર સામે બનાવેલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, અને અનેક અરજીઓ પણ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ ચૂકી હતી.

જમીન ખાલી કરવા માટે ફરિયાદી પક્ષે વારંવાર રજૂઆત કરી, પણ જમીન ખાલી ન થઈ. તેથી ભરત ભંમરે સત્તાવાર રીતે FIR નોંધાવી છે. તપાસ રાજુલા DySP એન.બી. ગોરડીયાને સોંપાઈ છે અને આરોપીની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ થઈ છે.

આ કેસમાં 4 હેક્ટર જમીનનું વિવાદ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતું આવ્યું છે, અને આરોપીએ 2024થી જમીન પર કબજો જમાવીને વાવેતર કર્યું હોવાનું આરોપ છે. પોલીસ તપાસ ચાલુ છે અને કેસનું નિરાકરણ બાકી છે.
📲Get App