🔥 ट्रेंडिंग காரைக்குடி தேசிய நெடுஞ்சாலையில் வாகன வ... વેરાવળ બસ સ્ટેશન માં ની શુલક આંખની તપ... एनएचएआई ने एसएसएनएनएल के साथ गुजरात हा... नव्रचना विश्वविद्यालय के डॉ. गौरव पराश... एमपी हाईकोर्ट ने कहा, एजेंसी को चार्जश... भाजपा के हेमंत सांखला बने अजमेर नगर नि...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીના લાઠીમાં હનીટ્રેપનો પર્દાફાશ, મહિલા સહિત 4 આરોપીઓ ઝડપાયા
अपराध

અમરેલીના લાઠીમાં હનીટ્રેપનો પર્દાફાશ, મહિલા સહિત 4 આરોપીઓ ઝડપાયા

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 04 अग. 2026, 04:16 PM 👁 77
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના લાઠી ખાતે હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકે મહિલાને લિફ્ટ આપ્યા બાદ મહિલાએ સરોવર કાંઠે ફોટા પાડવાના બહાને બાઈક ઊભું રાખાવ્યું હતું. અગાઉથી ગોઠવાયેલા પ્લાન મુજબ કારમાં આવેલા શખ્સોએ યુવકનું અપહરણ કરી તેને માર માર્યો હતો.
આરોપીઓએ યુવક પાસે ₹2.50 લાખની ખંડણીની માંગણી કરી હતી. ત્યારબાદ Google Pay અને QR કોડ મારફતે બળજબરીથી ₹58 હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાતા લાઠી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે સુરત સ્થિત હનીટ્રેપ ગેંગના ત્રણ પુરુષ અને એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરુ લાઠીયા, નિલેશ ગૌસ્વામી, રાજુ ભીખા કથરોટિયા અને હેતલ નરેશ સોરઠિયાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App